Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

ગુજરાતની અગ્રણીય સેતુ મીડિયા કંપનીએ તેની સફળતાની ૧૧ વર્ષ પૂર્ણ કરી ૧૨માં વર્ષમાં પ્રવેશ કર્યો

દેશભરમા પબ્લિકરિલેશન સેવાપુરી પાડવામા “ સેતુ મીડિયા” સદાય અગ્રેસર રહી છે

અમદાવાદ, ગુજરાતની અગ્રણી પબ્લિક રિલેશન્સ એજન્સીઓમાંથી એક સેતુ મીડિયા મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ પોતાની સફળતાના 11 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી 12માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. વર્ષ 2009માં અમદાવાદથી શરુઆત કરનાર સેતુ મીડિયા ગુજરાત સહિત ભારતના અન્ય રાજ્યોમાં પણ પોતાની સેવાઓ પૂરી પાડે છે. સેતુ મીડિયા સેલિબ્રિટી શો, ઇવેન્ટ્સ, મૂવિઝ પ્રમોશન, સ્પોર્ટ્સ, બિઝનેસ જેવા અનેક ફિલ્ડમાં પીઆર સેવાઓ જેમકે, પ્રેસ રિલીઝ વિતરણ, પ્રેસ કોન્ફરન્સનું આયોજન, ક્રાઇસીસ મેનેજમેન્ટ જેવી સેવાઓ પૂરી પાડે છે.

કંપનીના ડાયરેક્ટર શ્રી રાજેશ હિંગુ જણાવે છે કે, “આ 11 વર્ષની સફળ યાત્રામાં અમને અમારા ક્લાયન્ટ્સ તથા મીડિયા તરફથી ખૂબ જ સહકાર પ્રાપ્ત થયો છે, તે બદલ અમે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ. કંપનીની સફળતાનો શ્રેય અમારી નિષ્ઠાવાન અને મહેનતુ ટીમને જાય છે”. સેતુ મીડિયા આજે ગુજરાતની અગ્રમી પીઆર એજન્સીઓમાંથી એક છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિત ગુજરાતના નાના-મોટા અન્ય શહેરોની સાથે સાથે આજે સેતુ મીડિયા ભારતભરમાં મુંબઇ, દિલ્હી, કોલકત્તા, ચેન્નઇ, બેંગ્લુરુ, ઇન્દોર, ભોપાલ, જયપુર, લખનઉ, હૈદરાબાદ જેવા શહેરોમાં પણ પોતાની પીઆર સેવા પૂરી પાડે છે. વધુ માહિતી માટે મુલાકાત લો “http://www.setumedia.com/”.

(8:10 pm IST)
  • અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પ્રેમા ખાંડુનો કોરોના રિપોર્ટ પોઝિટિવ : ગઈકાલે રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત થઇ હતી : ટ્વીટર ઉપર જાણ કરી access_time 8:44 pm IST

  • ડેવિડ મિલર ધોની પાસે ખાસ ગુણોને શીખવા માગે છે : ધુઆંધાર બેટ્સમેન પણ ધોનીનો દિવાનો : ખાસ કરીને રમતમાં લક્ષ્યનો પીછો કરતી વખતે દબાણનો સામનો કરીને શાંત રહેવાનો ધોનીનો ગુણ શીખવાની ઈચ્છા access_time 3:31 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત :રાત્રે 11-30 વાગ્યા સુધીમાં નવા 97.856 પોઝીટીવ નોંધાયા : કુલ કેસની સંખ્યા 51.15.893 થઇ : એક્ટિવ કેસ 10.09.886 થયા : વધુ 82,922 દર્દીઓ સ્વસ્થ થતા 40.22.049 રિકવર થયા : વધુ 1140 લોકોના મોત : મૃત્યુઆંક 83,230 થયો access_time 1:06 am IST