Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

નણંદે દીકરીને રડાવતા પરીણિતાએ ઘર છોડી દીધું

અમદાવાદના વેજલપુર વિસ્તારની ઘટના : મહિલાને લગ્નના ૧ વર્ષ બાદ તેના સાસુ-સસરા ઘરકામની નાની નાની બાબતોમાં વાંક ગૂના કાઢી ત્રાસ આપતા હતા

અમદાવાદ,તા.૧૬ : કહેવાય છે મા તે મા બીજા બધા વગડા ના વા. મા માટે આપણા સમાજમાં અનેક કહેવતો પણ છે. મા શબ્દ માટે ગમે તેટલી વાતો કહીએ તે પણ ઓછી પડે છે. આવો જ એક બનાવ શહેરના સરખેજ વિસ્તારમાં જોવા મળ્યો છે. દીકરીને રડાવતી નણંદના હાથમાંથી દીકરીને લઇ લેવી પરિણીતાને ભારે પડ્યું છે. વેજલપુર વિસ્તારમાં રહેતી એક મહિલાએ ફરિયાદ આપી છે કે, લગ્નના એક વર્ષ બાદ તેના સાસુ સસરા ઘરકામની નાની નાની બાબતોમાં વાંક ગૂના કાઢી તેણે ત્રાસ આપતા હતા.  સાસરિયા કહેતા હતા કે, અમે અમારી દીકરીને ઘણું બધું કરિયાવરમાં આપ્યું છે. તું તારા મા બાપના ત્યાંથી કશું લીધા વગર આવી છે. જોકે, મહિલા આ અંગેની જાણ તેના જ્યારે  પતિને કરતી તો તે પણ તેને માર મારતો હતો. જ્યારે પરિણીતાની નણંદ પણ અવારનવાર તેમના ઘરે આવીને ઘમકાવતી હતી કે, 'તું મારા મા- બાપને સાચવતી નથી અને હેરાન કરે છે.

                 આવું કહીને ઝઘડો કરી મારઝૂડ કરતી હતી.'  જોકે, ૧૪મી તારીખે પરિણીતાની નણંદ તેમના ઘરે આવી હતી અને ફરિયાદી પરિણીતાની બાળકી ને રડાવતી  હતી. જેથી પરિણીતાએ બાળકીને લઇને નીચે બેસાડી હતી. એવામાં તેના સાસુ એ તેને એક લાફો મારીને કહું હતું કે, અમે તારી દીકરી ને મારશું, તું અમને કહેવાવાળી કોણ? પરિણીતાના સસરાએ પણ તેને ઘરમાંથી બહાર નીકળી જવા માટે કહ્યું હતું. જેથી મહિલાને આ અંગે ઘણું જ લાગી આવ્યું હતું. જે બાદ પરિણીતાએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ પરિણીતાના પતિ અને સાસરીયા વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

(7:18 pm IST)
  • રાજસ્થાનમાં ફરી રાજકીય તણાવના એંધાણ : ગેહલોતના મંત્રી વિરુદ્ધ ધારાસભ્યે ખોલ્યો મોરચો : ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું હવે શરૂ થશે નકારાનિકમ્મા પાર્ટ-2: ખાણ વિભાગના મંત્રી પ્રમોદ જૈન ભાયાનું નામ લીધા વિના ધારાસભ્ય ભરતસિંહે લખેલ પત્રમાં કહેવાયું કે મુખ્યમંત્રીએ રાજ્યના પ્રભારી મંત્રીઓને બદલી નાખ્યા પરન્તુ સૌથી ભ્રષ્ટ મંત્રીને હજુ સુધી બરખાસ્ત કર્યા નથી access_time 8:58 am IST

  • ડ્રગ્સ રેકેટ મામલે સંસદમાં ચર્ચા બાદ આજે રાજ્યસભા જયા બચ્ચને કહ્યું કે, હું રવિ કિશનની વાત સાથે સહેમત, યુવાનોને ડ્રગ્સની લતથી બચાવવાની જરૂર: પરંતુ સમગ્ર બોલીવુડને દોષ આપવો ખોટો છે access_time 1:04 am IST

  • ચીન સામેના યુદ્ધમાં પ્રાણોની આહુતિ આપવા માટે પીછેહટ નહિ કરીએ :શિયા ધર્મગુરૂએ વડાપ્રધાનને લખ્યો પત્ર : ઇમામ-એ-જુમા અને શિયા ધર્મગુરૂ મૌલાના કલ્બે જવાદે કહ્યું કે લેહ અને લદ્દાખના શિયા મુસ્લિમ ભારતની સાથે અને ચીનની વિરુદ્ધ દરેક પગલા પર ઉભા રહેશે: ભારતના કોઇ પણ નિર્ણયની સાથે અમારી કોમ એકતાથી તમામ મુદ્દા પર સમર્થન આપશે. તેના માટે જીવ ગુમાવવાનો વારો આવે તો પણ અમે જરા પણ ખટકાટ અનુભવીશું નહીં access_time 8:58 am IST