Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

વડોદરાની એમ.એસ,યુનિ,માં 11 અફઘાની વિદ્યાર્થીઓ : અફઘાનિસ્તાનમાં પરિવારજનો સુરક્ષિત નથી : માંગી મદદ

વડોદરામાં રહેતા અફઘાનિસ્તાની વિદ્યાર્થીઓ પરિવારજ માટે ચિંતિત : બધા દેશો અફઘાનિસ્તાનની મદદ કરે તેવું ઈચ્છી રહ્યા છે.

  વડોદરા : વિદ્યાર્થીઓ અફઘાનિસ્તાનથી ભારતમાં અને ખાસ ગુજરાતમાં અભ્યાસ માટે આવ્યા છે. તેઓ ખૂબ ચિંતામાં છે. ગુજરાતના અમદાવાદ, વડોદરા અને સુરતમાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હોય છે.  ત્યારે આ વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે કે, ત્રણથી ચાર દિવસમાં અફઘાનિસ્તાનની પરિસ્થિતિ બદલી ગઈ છે.  પરિવારજનો અફઘાનિસ્તાનમાં સુરક્ષિત નથી. અફઘાનિસ્તનમાં પરિવારજનો ઘરોમાં પુરાઈ ગયા છે. લોકોને ઘરની બહાર નિકળવામાં ડર લાગી રહ્યો છે. અમે આ પરિસ્થિતિમાં આશા છોડી દીધી છે. બધા દેશો અફઘાનિસ્તાનની મદદ કરે તેવું ઈચ્છી રહ્યા છે. 

દુનિયાના તમામ દેશની નજર હાલમાં અફઘાનિસ્તાન પર છે. અને ખાસ ભારત પણ પાડોશી દેશ હોવાના કારણે નજર રાખીને બેઠું છે. ત્યારે વડોદરાની MS યુનિવર્સિટીમાં પણ 11 વિદ્યાર્થીઓ અફઘાનથી આવ્યા છે. જેમાંથી 7 વિદ્યાર્થીઓ પરિવારને મળવા માટે અફઘાન ગયા હતા. જે બાદ 4 વિદ્યાર્થીઓ વડોદરામાં છે. અને હાલ તેમના માટે બહુ ચિંતાનો વિષય છે. તેઓ પોતાના પરિવારને લઈ ખૂબ ચિંતામાં છે. આ વિદ્યાર્થીઓ PHdનો અભ્યાસ કરી રહ્યા છે. સાથે લેક્ચરર પણ છે. એક લેકચરર અફઘાનિસ્તાન ગયા હતા. પરંતુ પરિસ્થિતિ ખરાબ થતા ફસાઈ ગયા છે. તેમની પત્ની હાલ વડોદરામાં છે. જેઓ ખુબ ચિંતિત છે. આ મામલે પત્નીએ કહ્યું કે, ભારત તેમની મદદ કરે. 

(12:14 am IST)