Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

બોરસદ તાલુકાના અલારસા ગામે 38 વર્ષીય પરિણીતાની ગામના જ શખ્સે આબરૂ લૂંટવાનો પ્રયાસ કરતા પોલીસ ફરિયાદ

બોરસદ:તાલુકાના અલારસા ગામે રહેતી એક ૩૮ વર્ષીય પરિણીતાની ગામના યુવાને આબરૂ લેવાનો પ્રયાસ કરતા અંગે બોરસદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર પરિણીતા આજે સવારના સાડા આઠેક વાગ્યાના સુમારે પતિ સાથે ગામના વેરાઈ માતાના મંદિરે દર્શન કરવા માટે ગઈ હતી. તેણીનો પતિ મંદિર ઉતારીને ગામમાં જઈ પરત લેવા માટે આવું છુ તેમ કહીને નીકળી ગયા બાદ પીન્કેશ હસમુખભાઈ પટેલ એકદમ પાછળથી આવી પહોંચ્યો હતો અને પરિણીતાને બાથ ભરી લઈને તુ મારી સાથે કેમ બોલતી નથી, તુ ચાલ મારી સાથે તેમ જણાવીને હાથ પકડી લેતાં પરિણીતાએ હાથ છોડાવવાનો પ્રયાસ કરતા પીન્કેશે પેટમાં લાત મારતાં તેણી નીચે પડી ગઈ હતી. ઉભી થતાં લાફો મારી દીધો હતો અને ગમે તેવી ગાળો બોલી હતી. દરમ્યાન પરિણીતાએ બુમાબુમ કરતાં પીન્કેશ જો વાતની કોઈને જાણ કરીશ તો તારા પતિને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. દરમ્યાન પતિ આવી ચઢતાં તેને પોતાની સાથે બનેલી ઘટનાની વિગત જણાવી હતી અને બોરસદ શહેર પોલીસ મથકે આવીને ફરિયાદ આપી હતી.

(6:20 pm IST)