Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

મહેસાણા જિલ્લામાં વિવિધ 6 જગ્યાએ ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 36 શકુનિઓને રંગે હાથે ઝડપી પાડયા:3 રફુચક્કર

મહેસાણા:જિલ્લામાં અત્યારે શ્રાવણીયા જુગારની પ્રવૃત્તિ ખીલી ઉઠી છે. પોલીસે આ પ્રવૃત્તીઓ અટકાવવાના ભાગરૃપે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં મહેસાણા શહેરના કસ્બામાં આવેલ પાણીની ટાંકી પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમી રહેલા કનુ વાઘેલાપ્રહલાદ વાઘેલા સહિત પાંચ શખસો રૃ.૨૨૭૦૦ની મત્તા સાથે ઝડપાયા હતા. તાલુકાની જમનાપુરામાં ગાયત્રીનગર સોસાયટીના નાકે ચાલતી જુગારની પ્રવૃત્તિ ઉપર લાંઘણજ પોલીસે રેડ પાડીને ખોડા ઠાકોરરમેશ ઠાકોર સહિત પાંચ જણાને રૃ.૩૮૨૦ની મત્તા સાથે ઝડપી લીધા હતા. મહેસાણા બાયપાસ રોડ પરના પાંચોટ ગામ તરફ જવાના માર્ગે તાલુકા પોલીસે રેડ પાડીને રૃ.૫૧ હજારની મત્તા સાથે જુગાર રમી રહેલા પ્રકાશ પટેલઆશીષ પટેલસન્ની પટેલ સહિત છ આરોપીની અટકાયત કરી હતી. સતલાસણા તાલુકાના નાની ભાલુ ગામની સીમમાં ચાલતી જુગારધામ પર પોલીસે બાતમી આધારે રેડ પાડીને વનરાજ ચૌહાણજયદીપ ચૌહાણભગવાન ચૌહાણ સહિત ૧૧ શખસોને ઝડપી લીધા હતા. જ્યારે એક આરોપી નાસી છૂટયો હતો. આ સ્થળેથી પોલીસે રૃ.૧૩૨૬૦ની મત્તા કબજે કરી હતી. વડનગરમાં આવેલ નદીઓળ દરવાજા બહાર ચાલતી તીનપત્તી જુગારની પ્રવૃત્તીના સ્થળે પોલીસે રેડ પાડીને રૃ.૨૩૬૦ની મત્તા સાથે રણજીત ઠાકોર અને અર્જુન ઠાકોરને પકડી લીધા હતા. જ્યારે મહેસાણા શહેરના ઠાકોરવાસમાં ચાલતી જુગારની પ્રવૃત્તિના સ્થળે એડીવીઝન પોલીસે રેડ પાડીને રૃ.૨૪૫૪૦ના મુદ્દામાલ સાથે વિશાલ ઠાકોરમંગા ઠાકોરચિરાગ પરિહાર સહિત ૭ શખસોને દબોચી લીધા હતા.

(6:11 pm IST)