Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

વડોદરાની વિશ્વામિત્રી નદીમાં મગરનું મોત થતા તેનું બેસણું રખાયું

શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં આવેલા પર્યાવરણવિદોએ સફેદ કપડાં પહેર્યા: જીવદયા પ્રેમીઓ પણ જોડાયા

વડોદરા શહેરમાંથી વિશ્વામિત્રી નદી પસાર થાય છે. વિશ્વામિત્રી નદીને મગરોનું ઘર કહેવામાં આવે છે. જ્યારે પણ ચોમાસામાં નદી ઓવરફ્લો થાય છે ત્યારે નદીના પાણીની સાથે-સાથે નદીમાં રહેલી મગરો પણ શહેરમાં આવી જાય છે. ત્યારબાદ જીવદયા પ્રેમી લોકો અને કેટલાક NGO સાથે સંકડાયેલા લોકો આ મગજનું રેસ્ક્યુ કરીને ફરીથી તેને નદીમાં છોડી દે છે.

ત્યારે 10 ઓગસ્ટના રોજ વિશ્વામિત્રી નદીમાંથી એક મહાકાય મગર મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ મળી આવ્યા બાદ પર્યાવરણવિદોએ મૃત મગરની શ્રદ્ધાંજલિ માટે તેનું બેસણું રાખ્યું હતું

વિશ્વામિત્રી નદીમાંથી મગરનો મૃતદેહ મળ્યા બાદ પર્યાવરણ પ્રેમીઓએ આ મૃત મગરનું નામકરણ કર્યું હતું. મગરને મંગલ પાંડે નામ આપ્યું હતું ત્યારબાદ મગરને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે બેસણું યૂજ્યું હતું. આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં આવેલા પર્યાવરણવિદોએ સફેદ કપડાં પહેર્યા હતા.

  વિશ્વામિત્રી નદીમાંથી છેલ્લા કેટલાક દિવસોમાં જ 4 જેટલા મગરોના મૃતદેહ મળી આવ્યા છે. ત્યારે નદીની યોગ્ય જાળવણી ન થવાના કારણે મગરના મૃત્યુ થવાની આશંકા છે. આજ કારણે જીવદયા પ્રેમીઓમાં પણ રોષ ફાટી નીકળ્યો છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે, 10 ઓગસ્ટના રોજ જે મગજનો મૃતદેહ મળ્યો હતો તે 10 ફૂટનો મહાકાય મગર હતો. 10 ફૂટનો મગર નદીના પાણીમાં તરી રહ્યો હોવાનું લોકોને જાણવા મળતા તેમને વનવિભાગના અધિકારીઓને જાણ કરી હતી. વિભાગના અધિકારીઓની તપાસમાં સામે આવ્યું હતું કે મગર મૃત છે. તેથી તેને પાણીની બહાર કાઢવા માટે પણ ભારે જહેમદ અધિકારીઓને ઉઠાવી પડી હતી. એટલે મગરનું વજન અને કદ વધારે હોવાથી તેના મૃતદેહને બહાર કાઢવા માટે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

(1:07 pm IST)