Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મોટી રાહત : છ મહિના બાદ ડેડીયાપાડા વિધાનસભામાં પ્રવેશની મંજૂરી

શરતી જામીન પર મુક્ત ચૈતર વસાવાને 6 મહિના બાદ ડેડીયાપાડા વિધાનસભામાં હાઇકોર્ટે પ્રવેશની મંજૂરી આપી દીધી

અમદાવાદ :વનકર્મીઓને બોલાવી ધમકી આપવાના ગુનામાં ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટ તરફથી શરતી જામીન પર મુક્ત છે. ચૈતર વસાવાને 6 મહિના બાદ ડેડીયાપાડા વિધાનસભામાં હાઇકોર્ટે પ્રવેશની મંજૂરી આપી દીધી છે. 

આવતીકાલે સવારે દેવમોગરા માતાના દર્શન કરીને ભરૂચ કલેક્ટર ઓફીસ ખાતે ઉમેદવારી પત્ર ભરવા જશે. 19 તારીખથી ડેડીયાપાડા વિધાનસભામાં ચૂંટણી પ્રચાર શરૂ કરશે. અત્યારસુધી નર્મદા જિલ્લામાં પ્રવેશબંધી હતી, જે હવે કોર્ટે શરતોને આધીન દૂર થઈ છે. અત્યાર સુધી ચૈતર વસાવાના ધર્મ પત્નીઓ પ્રચાર કરતા હતા. હવે ચૈતર વસાવા જાતે ડેડીયાપાડા વિધાનસભામાં પ્રચાર કરશે

   લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાએ અગાઉ જિલ્લામાં પ્રચાર માટે મંજૂરી માગી હતી. જેને રાજપીપળાની સેશન્સ કોર્ટે ફગાવી દેતા હાઈકોર્ટમાં અરજી હતી. જેમાં હાઈકોર્ટે ચૈતર વસાવાને રાહત આપી હતી. ગુજરાત હાઇકોર્ટે ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશ માટે આપી મંજૂરી હતી. 

  વનકર્મીઓને બોલાવી ધમકી આપવાના ગુનામાં ધારાસભ્ય ચૈતર વસાવા હાલ શરતી જામીન પર મુક્ત છે. દેડિયાપાડા વિધાનસભા બેઠક નર્મદા જિલ્લામાં આવતી હોવાથી ત્યાં પ્રચાર કરવો જરૂરી હોવાથી ચૈતર વસાવાએ નર્મદા જિલ્લામાં પ્રવેશ માટેની મંજૂરી કોર્ટ પાસે માગી હતી. રાજપીપળાની સેશન્સ કોર્ટે તેને ફગાવી દીધી હતી. . 

(10:50 pm IST)