Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

લખનૌના આદિત્ય શ્રીવાસ્તવે UPSCમાં ટોપ કર્યું : પરિવારમાં ખુશી આસમાને:પિતાને ફોન પર કહ્યું કે- પપ્પા લાગે છે કે વધારે થઈ ગયું.

આદિત્ય શ્રીવાસ્તવે બેંગલુરુની એક બહુરાષ્ટ્રીય કંપનીમાં દોઢ વર્ષ કામ કર્યા બાદ નોકરી છોડી અને સિવિલ સર્વિસ માટે તૈયારી કરી:ઘરે રહીને સ્વ-અભ્યાસ કરીને સફળતા હાંસલ કરી

નવી દિલ્હી :સિવિલ સર્વિસ પરીક્ષા 2023નું પરિણામ જાહેર થયું છે,યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા મંગળવારે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. લખનઉના આદિત્ય શ્રીવાસ્તવે UPSCમાં ટોપ કર્યું છે. તો અનિમેષ પ્રધાને બીજું સ્થાન (AIR 2) અને ડોનુરુ અનન્યા રેડ્ડીએ ત્રીજું સ્થાન (AIR 3) મેળવ્યું છે.

UPSC ટોપર આદિત્ય શ્રીવાસ્તવ લખનઉનો રહેવાસી છે. સિટી મોન્ટેસરી સ્કૂલ (સીએમએસ), લખનઉમાંથી 12મા સુધીનો અભ્યાસ કર્યો છે. વર્ષ 2021માં, આદિત્યએ UPSCમાં 485 રેન્ક મેળવ્યો હતો, આદિત્ય શ્રીવાસ્તવ હાલમાં હૈદરાબાદમાં IPS તાલીમ લઈ રહ્યો છે, તે 2022માં IPSમાં પસંદ થયો હતો. તેણે સાડા પાંચ મહિનાની ટ્રેનિંગ લીધી છે.
IIT કાનપુરમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં B.Tech અને M.Techનો અભ્યાસ કર્યા બાદ આદિત્ય શ્રીવાસ્તવે બેંગલુરુની એક બહુરાષ્ટ્રીય કંપનીમાં દોઢ વર્ષ સુધી કામ કર્યું. દોઢ વર્ષ કામ કર્યા બાદ તેમણે નોકરી છોડી અને સિવિલ સર્વિસ માટે તૈયારી કરી. આદિત્ય શ્રીવાસ્તવે ઘરે રહીને સ્વ-અભ્યાસ કરીને સફળતા હાંસલ કરી છે.

આદિત્ય શ્રીવાસ્તવની આ સફળતાથી તેના પિતા અજય કુમાર શ્રીવાસ્તવ અને માતા આભા શ્રીવાસ્તવની ખુશી નથી સમાતી. તેમણે કહ્યું કે બાળપણથી જ તેણે પોતાના પુત્રને IAS બનાવવાનું સપનું જોયું હતું, તે સપનું પૂરું થયું છે. આદિત્ય શ્રીવાસ્તવના પિતા ઓડિટ ઓફિસર છે. ઓલ ઈન્ડિયામાં ફર્સ્ટ રેન્ક મેળવ્યા બાદ આદિત્યએ તેના પિતાને ફોન પર કહ્યું કે- પપ્પા લાગે છે કે વધારે થઈ ગયું.
આ વીડિયો ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) ટ્રેનિંગ એકેડમી, હૈદરાબાદનો છે. જેમાં આદિત્યના સાથીદારો તેને ઉંચકીને આઈપીએસ મેસમાંથી બહાર આવતા જોવા મળે છે.

બીજી ટ્વિટર પોસ્ટ શેર કરતી વખતે, IAS અવનીશ શરણે લખ્યું છે - 'સિવિલ સર્વિસ પરીક્ષામાં સફળ થયેલા તમામ ઉમેદવારોને હાર્દિક અભિનંદન. જેઓ આ વખતે કોઈ કારણસર સફળ ન થઈ શક્યા તેમણે 'પ્રિલિમિનરી એક્ઝામ 2024'ની તૈયારી શરૂ કરવી જોઈએ

(9:41 pm IST)