Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

સાબરકાંઠા બેઠકથી કોંગ્રેસના ડો.તુષાર ચૌધરીએ ઉમેદવારી પત્ર ભર્યું ;પિતા અમરસિંહ ચૌધરીને યાદ કરીને રડી પડ્યા

ડો. તુષાર ચૌધરી ઉમેદવારી પત્ર ભરતા પહેલા જાહેર સભા સંબોધી:પિતા અમરસિંહ ચૌધરીએ દુષ્કાળ સમયે રાજ્ય અને આદિવાસી વિસ્તારમાં કરેલી કામગીરીને યાદ કરીને રડી પડ્યા :સમર્થકો પણ ભાવુક થઈ ગયા

સાબરકાંઠા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર ડો.તુષાર ચૌધરીએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ પહેલા તેમણે જાહેર સભાને સંબોધી હતી.ડો,તુષાર ચૌધરી પિતા અમરસિંહ ચૌધરીને યાદ કરતા તેઓ રડી પડ્યા હતા.

સાબરકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ડો. તુષાર ચૌધરીએ ઉમેદવારી પત્ર ભરતા પહેલા તેમણે જાહેર સભા સંબોધી હતી. આ દરમિયાન ડો. તુષાર ચૌધરી પિતા અમરસિંહ ચૌધરીએ દુષ્કાળ સમયે રાજ્ય અને આદિવાસી વિસ્તારમાં કરેલી કામગીરીને યાદ કરીને રડી પડ્યા હતા અને તેમના સમર્થકો પણ ભાવુક થઈ ગયા હતા

(8:45 pm IST)