Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

ભરૂચ શહેરમાં વાતાવરણ પલટાયું :ભરઉનાળે અષાઢી માહોલ: અચાનક કમોસમી વરસાદ

વરસાદ થતા ગરમીથી ત્રસ્ત લોકોને રાહત મળી:અસહ્ય ગરમી બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી :ધરતીપુત્રો પર ચિંતાના વાદળો ધેરાયા

ભરૂચ : આજે ભરૂચમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરમાં વાદળછાયું વાતાવરણ બાદ કમોસમી વરસાદ વરસ્યો છે. ભરૂચમાં શેરી, ગલીઓ અને રસ્તાઓ પાણી પાણી થઇ ગયા છે.

   ભરઉનાળે ભરૂચવાસીઓને રેઇનકોટ પહેરવાનો વારો આવ્યો છે. જોકે, વરસાદ પડતા અસહ્ય ગરમી થી લોકોને રાહત મળી છે. પરંતુ બીજી તરફ ખેડૂતો ચિંતિત બન્યા છે. મહત્વનું છે કે, હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાતો દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી હતી. ત્યારે એવામાં કમોસમી વરસાદનું આગમન થયું છે.

   
(7:29 pm IST)