Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

કાલથી ગુજરાતમાં કાળઝાળ ગરમી પડશેઃ લોકો તોબા પોકારી ઉઠશેઃ અંબાલાલ પટેલની આગાહી

મહત્તમ તાપમાનનો પારો સડસડાટ ઉંચે ચડી જશે

અમદાવાદઃ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન એક્વિટ થયું છે, જેની મોટી અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળી છે. છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ત્યારે આજે વીજળીના કડાડા ભડાકા સાથે વરસાદની આગાહીગુજરાતમાં હજી આજે પણ વરસાદની આગાહી છે. આજે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છુટાછવાયા વરસાદની આગાહી છે. પરંતું આવતીકાલથી ગુજરાતીઓ બૂમો પોકારી ઉઠશે તેવી ગરમી પડશે. આવતીકાલ 17 એપ્રિલથી ગુજરાતમાં કાળઝાળ ગરમીના દિવસો શરૂ થઈ રહ્યા છે.

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. રાજ્યના 10 શહેરોમાં તાપમાન 40 ડિગ્રી પાર નોંધાયું છે. તો વડોદરામાં સૌથી વધુ 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી 3 દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. ગુજરાતમા સોમવારે ક્યાં કેટલું તાપમાન નોંધાયું તે જોઈ લો.

    અમદાવાદ 40.2 ડિગ્રી

    ગાંધીનગર 39.2 ડિગ્રી

    ડીસા 38.3 ડિગ્રી

    સુરત 40.0 ડિગ્રી

    અમરેલી 41.3 ડિગ્રી

    ભાવનગર 39.6 ડિગ્રી

    પોરબંદર 40.0 ડિગ્રી

    રાજકોટ 40.9 ડિગ્રી

    સુરેન્દ્રનગર 40.7 ડિગ્રી

    મહુવા 41.2 ડિગ્રી

    કેશોદ 41.1 ડિગ્રી

    ભુજ 37.8 ડિગ્રી

આજથી ગરમીનો કહેર

આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે, 16 એપ્રિલથી આજથી રાજ્યમાં ગરમીનો કહેર જોવા મળશે. મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રીને પાર કરી જવાની શક્યતા છે. 18 એપ્રિલથી કચ્છ અને મધ્યપ્રદેશમાં વાદળો આવાની શક્યતાછે. તો વડોદરા, આણંદ અને અમદાવાદનું તાપમાન 42-43 ડિગ્રી રહેવાની શક્યતા છે. જેની અસર ગુજરાતનાં ભાગો ઉપર થવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં હળવી પ્રિમોન્સૂન એક્ટિવિટી થઇ શકે છે. 27 એપ્રિલથી ગરમી વધતા મહત્તમ તાપમાન ફરી 43 ડિગ્રી ઉપર જવાની શક્યતા છે. જોકે, 10 થી 12 મેંમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીની શક્યતા છે.

ચોમાસું સારું જશે તેની આગાહી

આકરી ગરમી વચ્ચે ચોમાસું સારુ જવાની આગાહી આવી છે. જે ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર છે. આગાહી મુજબ, આ વર્ષે ચોમાસું સામાન્ય કરતા વધુ સારું રહેશે. જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસું ખૂબ સારુ રહેશે. દેશમાં 104 થી 110 ટકા વરસાદ નોંધાશે. દેશમાં સરેરાશ 89 CM વરસાદ પડી શકે છે. ચાર મહિનાના ચોમાસામાં સરેરાશ 666.8 mm વરસાદ નોંધાવાની શક્યતા છે. દેશમાં ચોમાસું 1 જુન આસપાસ કેરળમાં પ્રવેશ કરશે. તો ગુજરાતમાં સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાય તેવી આશંકા છે. અલનીનોની અસર ઘટતા ચોમાસું સારું રહેશે.

(5:16 pm IST)