Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

દાહોદમાં મકાન માલિકની હત્‍યા કરી ૩.૫૦ લાખના દાગીની ચોરી

મકાન માલિક જાગી જતા કુહાડી વડે ઘા કરી હત્‍યા કરી નાંખી

દાહોદ, તા. ૧૬:  દાહોદમાં સંજેલી તાલુકામાં એક નિવળત્તિ શિક્ષક દીપસિંહ પલાસ તેમના ઘરે રાત્રેના સમયે પોતાના પરિવાર સાથે સૂઈ રહ્યા હતા. તેમના ઘરમાં ચોર જોઈ જતા ચોરે દીપસિંહ ઉપર કુહાડી વડે  હુમલો કર્યો હતો. અને દીપસિંહનું હોસ્‍પિટલમાં સારવાર  દરમિયાન મોત થયુ હતુ. અને તેમની પત્‍નીને ઈજા પહોંચી હતી. હત્‍યારો ચોર ઘરમાં રહેલી કિંમતી વસ્‍તુ અને કાર લઈ ફરાર થઈ ગયો હતો. તેથી પોલીસ જાણ કરતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  દીપસિંહના પરિવારમાં શોકનું માહોલ છવાય ગયો છે.  પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તપાસ હાથ ઘરી છે.

 

 

 

 


 

 

(3:43 pm IST)