Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

દુકાનદાર મહિલાની નજર ચૂકવીને સોનાના દાગીના સાથેના બેગની તફડંચી

અમદાવાદમાં ગ્રાહકના સ્‍વાંગમાં આવેલા ગઠીયાએ કરી કળા ભાઈ દુકાનનો સામના લેવા જતા બહેનને દુકાન સોંપીને ગયા હતા

અમદાવાદ, તા. ૧૬:  નડિયાદથી અમદાવાદ દિકરીના લગ્ન માટે સોનાના દાગીના ખરીદવા આવેલી મહિલા ખરીદી કરીને પોતાના ભાઈની દુકાનમાં એકલા બેઠા હતા ત્‍યારે ગ્રાહક બની આવેલી અજાણી વ્‍યક્‍તિએ દુકાનમાં એકલી બેઠેલી મહિલાનું ધ્‍યાન બીજી જગ્‍યા લગાવીને ૧,૬૮,૧૬૪ કિંમતના સોનાના દાગીના અને રોકડા ૨૫ હજાર સાથેની બેગ લઈ ફરાર થઈ ગયો હતો. તેની જાણ થતા નજીકના પોલીસ ફરિયાદ નોધાવી છે.

દિકરીના લગ્નની ખરીદી કરવા આવેલી મધુબેન નવીનભાઈ ભગત રહે. નડીયાદ રહે છે. નડિયાદથી અમદાવાદ સોનાની ખરીદી કરવા આવેલા મધુબેન ખોખરા વિસ્‍તારમાં આવેલી સોના ચાંદીની દાગીનાની દુકાનમાં ખરીદી કરવા આવેલા ત્‍યારે તેમના ભાઈ અમદાવાદ રહે છે. તેમના ભાઈ મોહનભાઇને ખરીદી કરવા માટે બોલાવેલો ત્‍યારે બંને ભાઈ બહેન સોનાના દાગીના ૧,૬૮,૧૬૪ ની ખરીદી કરીને બપોરે ખાનગી રીક્ષા દ્વારા આવકાર હોલ ખાતે જતા રહ્યા હતા. મધુબેને બેગમાં દાગીના અને રોકડા ૨૫ હજાર રૂપિયા હતા.

ખોખરામાં દાગીનાની ખરીદી કરીને મોહનભાઈની દુકાને જે આવકાર હોલા ખાતે આવેલી છે. ત્‍યા જઈને સાંજના ૬ વાગ્‍યા સુધી બેઠા હતા. અને મોહનભાઈને અને તેમના દિકરો દુકાને હતા. ત્‍યારે બંન્ને જણા દુકાનનું કોઈ સામાન લેવા જવાના હોય તેથી દુકાનમાં તેમના બહેન મધુબેનનો સોપીને ગતા રહ્યા હતા. અને દુકાનમાં મધુબેન એકલા બેઠા હતા.  મધુબેન દુકાનમાં એકલા હતા ત્‍યારે અજાણ્‍યો શખ્‍સ ગ્રાહક બનીને દુકાનમાં પ્રવેશ્‍યો અને આઈસ્‍ક્રિમ માંગવા લાગ્‍યો ત્‍યારે મધુબેન જે બેગમાં દાગીના અને રોકડા રૂપિયા મુકયા હતા. તે સાઈડમાં મુકીને શખ્‍સ માટે આઈસ્‍ક્રીમ લેવા ગયા ત્‍યારે મધુબેનની નજર ચૂકવીને બેગ લઈ ફરાર થઈ ગયો હતો.

(3:41 pm IST)