Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

સુરતના શૈલેષભાઇ ગોજારીયાનો ગોમટામાં ઝેર પી આપઘાત

સગાના કારખાને પગલુ ભર્યુઃ રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૬: સુરત મોટા વરાછામાં રહેતાં શૈલેષભાઇ ગીરધરલાલ ગોજારીયા (ઉ.વ.૫૮) ગોંડલના ગોમટા ખાતે એકાદ મહિનાથી સગાને ત્‍યાં આવ્‍યા હોઇ અહિથી ગઇકાલે રીબડા બહેનના દિકરાના કારખાને આટો મારવા ગયા ત્‍યારે ત્‍યાં કોઇ કારણોસર ઝેરી દવા પી લેતાં રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. શૈલેષભાઇ બે ભાઇ અને બે બહેનમાં નાના હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. રાજકોટની હોસ્‍પિટલમાં દમ તોડતાં એ-ડિવીઝન પોલીસે પ્રાથમિક કાર્યવાહી કરી ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી.

(12:14 pm IST)