Gujarati News

Gujarati News

News of Sunday, 16th January 2022

પોલીસ બેડામાં એક ઐતિહાસિક ઘટના:સલાબતપુરા પોલીસ સ્ટેશનના PI સહિત 104 પોલીસકર્મીઓની એક સાથે બદલી

રાત્રી કરફ્યૂ દરમિયાન પોલીસે સાત લોકોને માર માર્યો હતો. જે મામલે હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો

સુરત : ગુજરાત પોલીસ બેડામાં એક ઐતિહાસિક ઘટના બની. જેમાં સુરતમાં એક જ પોલીસ સ્ટેશનના તમામ પોલીસકર્મીઓની સાગમટે બદલી કરી દેવામાં આવી છે. આ ઘટના છે સલાબતપુરા પોલીસ સ્ટેશનની કે જ્યાં PI સહિત 104 પોલીસકર્મીઓની બદલી કરી દેતા હાહાકાર મચી ગયો છે.

  રાત્રી કરફ્યૂ દરમિયાન પોલીસે સાત લોકોને માર માર્યો હતો. જે મામલે હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. હાઇકોર્ટે ઘટનાની ગંભીરતાને જોઇ પોલીસ પાસે આ મામલે જવાબ માગ્યો. પરંતુ ત્રણ વખત સમય આપ્યા હોવા છતાં પોલીસે જવાબ રજૂ નહોતો કર્યો. તેથી હાઇકોર્ટે આદેશ કર્યો અને હાઇકોર્ટના આદેશ બાદ સુરત પોલીસ કમિશનરે આ મોટો નિર્ણય કર્યો.

આ ઉપરાંત ગુજરાત હાઇકોર્ટે સુરત પોલીસ કમિશનર અને ચાર પોલીસ કોન્સ્ટેબલને રૂ.25 હજારનો દંડ પણ ફટકાર્યો છે.

(11:30 pm IST)