Gujarati News

Gujarati News

News of Sunday, 16th January 2022

અમદાવાદના સોલા વિસ્તારમાં વૈષ્ણોદેવી ટોલ નાકા પાસે એક ડમ્પરમાંથી 20724 દારૂ અને બિયરની બોટલ ઝડપાઇ

પોલીસે 39,21,600ની કિંમતનો દારૂ પકડાતા સ્થાનિક પોલીસ અને એજન્સીઓની પોલ ખુલી

અમદાવાદ : રાજય સહિત શહેરમાં દારૂ બાંધી ફક્ત કાગળ પર હોવાનું નકારી શકાય તેમ નથી. શહેરમાં રોજ બરોજ મોટી માત્રામાં દારૂનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે. સોલા વિસ્તારમાં આવેલા વૈષ્ણોદેવી ટોલ નાકા પાસે એક ડમ્પરમાં થી 20724 દારૂ અને બિયરની બોટલો પકડી પડી હતી. પોલીસે 39,21,600ની કિંમતનો દારૂ પકડાતા સ્થાનિક પોલીસ અને એજન્સીઓની પોલ ખુલી ગઈ હતી

શહેરના એસપી રિંગ રોડ પર આવેલા વૈષ્ણદેવી ટોલ નાકા પાસે ઓગણજ ખાતેથી એક દારૂ ભરેલું ડમ્પર રોજ બરોજ પસાર થતું હોવાની અનેક ફરિયાદ સ્ટેટ મોનીટરીંગ સેલને મળી હતી. આખરે સ્થાનિક એજન્સીઓ અને ક્રાઇમ બ્રાન્ચ પણ કઈં ન કરતા આખરે સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ કરી હતી. પોલીસે ડમ્પરમાંથી 800 પેટી દારૂ પકડી પાડ્યો હતો. પોલીસે ગણતરી કરતા 20724 દારૂ અને બિયરની બોટલો મળી આવી હતી. આમ કુલ 39,21,600ની કિંમતનો દારૂ પકડાતા સોલા પોલીસ અને અમદાવાદની પોલીસ એજન્સીઓ શંકાના દાયરામાં આવી ગઈ હતી. પોલીસે ડમ્પર ચાલક છગન નગારામ ચૌધરી (બેનિવાલ) (રહે. રાજસ્થાન)ની ધરપકડ કરી હતી.

કણભા પોલીસ સ્ટેશનની હદમાં તાજેતરમાં આઇસરમાંથી 4810 બોટલ અને ટીન મળી કુલ 6.81 લાખ થી વધુનો જથ્થો પકડી પાડ્યો હતો. 200 પેટી દારૂનું કટીંગ કરતા જિલ્લા પોલોસ અને જિલ્લા એજન્સીઓની પોલ ખુલી ગઈ હતી.

(8:53 pm IST)