Gujarati News

Gujarati News

News of Sunday, 16th January 2022

રાજપીપળા નવા ફળીયા ધાણકવાડમાં લાગેલી આગમાં આખું મકાન બળીને ખાક :અંદાજે એક લાખનું નુકશાન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા ; રાજપીપળા નવા ફળીયા ધાણકવાડમાં ગેસનો બોટલ ફાટતા આગ લાગી જેમાં ઘરની તમામ ઘર વખરી બળીને ખાક થઈ જતા પરિવાર ઘર વિહોણું થઈ ગયું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ ઉત્તરાયણના દિવસે તારીખ 14 જાન્યુઆરીની વહેલી સવારે બનેલી ઘટનામાં નવા ફળીયા ધાણકવાડમાં રહેતા ગુલામનબી રસુલભાઈ ગરાસિયાની ફરીયાદ અનુસાર તેમના ઘરમાં તારીખ 14 જાન્યુઆરીની વહેલી સવારે 2.30 વાગે તેમના ઘરમાં અચાનક ગેસનો બોટલ ફાટતા આગ લાગી જેમાં બંધ ઘરમાં આગ પ્રસરતા આખું ઘર આગની લપેટમાં આવી ગયું હતું ત્યારબાદ ફાયર ફાઇટર ઘટના સ્થળે આવી જતા આગને કાબુમાં લીધી હતી પરંતુ આગમાં આખુ ઘર અને ઘરબખરી બળી જતા પરિવાર બેઘર બન્યું હતું. જેમાં અંદાજે એક લાખ રૂપિયાનું નુકશાન થયું હોય રાજપીપળા પોલીસે આ બાબતની નોંધ લઈ એફએસએલને જાણ કરી છે.

 

(5:17 pm IST)