Gujarati News

Gujarati News

News of Sunday, 16th January 2022

રાજપીપળા ખારા ફળિયામાં ચાઈનીઝ તુક્કલ ઉડાડનાર શખ્સ વિરુદ્ધ પોલીસે કરી કાર્યવાહી

ફોટો tukkal

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરના ખારા ફળિયામાં રહતા યુવાને ઉત્તરાયણ માં ચાઈનીઝ ટુકકક ઉડાડતા રાજપીપળા પોલીસે તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી છે.
મળતી માહિતી મુજબ તારીખ 14 જાન્યુઆરી સાંજે 7.30 વાગે રાજપીપળા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન રમેશભાઈ શ્રવણભાઈ વસાવા(ઉ.વ.૩૫ ) ( રહે.ખારાફળીયા રાજપીપલા)એ પોતાના ઘરના આગળ ચાઈનીઝ તુક્કલ સળગાવી ઉડાળી ગુનો કરતા હાલમાં રાજપીપળા પો.સ્ટે.માં મુકાયેલા પી.આઈ.જે.જી.ચૌધરીએ પ્રતિબંધિત ચાઈનીઝ તુક્કલનો ઉપયોગ કરવા બદલ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી હતી.

 

(5:10 pm IST)