Gujarati News

Gujarati News

News of Sunday, 16th January 2022

સાધના ફાઉન્ડેશન દ્વારા ઉત્તરાયણ દરમિયાન ૧૪ ઘાયલ પક્ષીઓ બચાવવામાં આવ્યા

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : ઉતરાયણ આવતાં જ પક્ષીઓ માટેનો જોખમી સમય શરૂ થઈ જાય છે. દર વર્ષે હજારો પક્ષીઓ દોરીથી ઘાયલ થાય છે. આ પક્ષીઓને બચાવવા માટે ઉતરાયણ પર તો મર્યાદા રાખી શકાય નહીં, તેથી જે પક્ષીઓ ઘાયલ થાય તેને ઝડપથી સારવાર મળે તે જ ઉદ્દેશ રાખવામાં આવે છે. આ જ કારણે અમદાવાદ અને અન્ય શહેરોમાં પક્ષી બચાવવાની ટીમો બે દિવસ ખડે પગે સેવા આપે છે. પક્ષીઓ માટેનું એવું જ પ્રિય સ્થળ નળસરોવર છે. અહીંયા પણ ઉતરાયણના દિવસો દરમિયાન પક્ષીઓ પર જોખમ વધે છે, તેમાંથી કેટલાંક પક્ષીઓ તો ખૂબ દુર્લભ છે. આમ તો જ્યારે જીવનું જોખમ હોય છે ત્યારેં દુર્લભ અને દુર્લભ ન હોય તેવા પક્ષીઓ વચ્ચે ભેદ ન કરી શકાય. અહીંયા આ પક્ષીઓને બચાવવા માટે સાણંદમાં આવેલી સાધનના ફાઉન્ડેશન છેલ્લા ૧૩ વર્ષથી કાર્ય કરે છે.

આ વર્ષે ઉતરાયણમાં સાધના ફાઉન્ડેશન દ્વારા  સાણંદ અને તેની આસપાસ ના વિસ્તાર મોરૈયા, શાંતિપુરા અને ચાંગોદર ગામો માંથી૧૪ ઘાયલ પક્ષીઓને બચાવવામાં આવ્યા. આ પક્ષીઓમાં કોમન ક્રેન, ગ્રે લેગ ગુઝ, સમડી અને કબૂતર નો સમાવેશ થાય છે. જ્યારે એક કોમન ક્રેન પક્ષી નું મોત નીપજ્યું હતું.
સાધના ફાઉન્ડેશનના ગૌરવ ઠક્કરે ઉતરાયણ દરમિયાન પક્ષીઓને બચાવવાના અભિયાન અંગે જણાવ્યું હતું કે, આમ તો સાધના ફાઉન્ડેશન વર્ષભર પક્ષીઓને બચાવવાનું કાર્ય કરે છે. પરંતુ ઉતરાયણ નિમિત્તે 11 થી 20 જાન્યુઆરી દરમિયાન પક્ષીઓ ઘાયલ થવાના કેસ વધુ જોવા મળે છે. પક્ષી ઘાયલ થવાનો કોલ આવે કે તુરંત પક્ષીઓને પ્રાથમિક સારવાર આપવા માટે ટીમ રવાના થાય છે અને જો વધુ સારવારની જરૂર જણાય તો બોડકદેવ પાસે આવેલા વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરમાં પક્ષીઓને લઈ જવામાં આવે છેઆ કાર્ય અર્થે સાણંદ પાંજરાપોળ પણ સંકળાયેલું છે અને ઘાલય પક્ષીઓને રાખવા માટે પક્ષી ઘર સાણંદ પાંજરાપોળ દ્વારા આપવામાં આવે છે. (તસવીર : ચિરાગ પટેલ - સાણંદ)

 

(5:04 pm IST)