Gujarati News

Gujarati News

News of Sunday, 16th January 2022

કરોડોનો માલ પકડાયો:વલસાડના કપરાડામાંથી સવા બે કરોડ ઉપરની કિંમત નો પાનમસાલા તમાકુ નો જથ્થો પકડાતા ખળભળાટ

--કરોડોના બિનહિસાબી જથ્થાની સાથે 4 વ્યકિતની અટકાયત કરી: વેપારી આલમમાં વાયુ વેગે વાત ફેલાઈ

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લાના કપરાડા માં કરોડો રૂપિયાનો પાન મસાલા પકડાતા કપરાડામાં ભારે ચર્ચામાં આ મુદ્દો રહ્યો હતો જ્યારે વલસાડ જિલ્લામાં પણ વેપારી આલમમાં ભારે ચર્ચા ફેલાઈ હતી

વલસાડ જિલ્લા પોલીસના ASPને મળેલી બાતમીના આધારે કપરાડા તાલુકાના દિક્ષલ અને કાકડ કોપડ ગામમાં આવેલા વિસ્તારમાં આવેલા ગોડાઉન અને ઘરમાં ચેક કરતા બિલ વગરનો 2.29 કરોડનો તમાકુ અને પાન મસલાના જથ્થા સાથે 4 ઇસમોને ઝડપી પાડયા હતા. પોલીસની ટીમે મુદ્દામાલ સિલ કરી આરોપીઓ સામે 41(1) ડી મુજબ અટકાયત પગલાં ભરી આગળની તપાસ હાથ ધરી છે.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં કેટલાક ઈસમો ગેરકાયદેર પાન મસલા અને તમાકુનો જથ્થો બિલ વગર રાખી મુક્યો હોવાની બાતમી વલસાડ પોલીસના ASPને મળી હતી. મળેલી બાતમીના આધારે ASP અને પોલીસ જવાનોએ રેડ કરી ચેક કરતા દિક્ષલ ખાતે એક ઘરમાં ચેક કરતા ઘરમાં બનાવેલા ગોડાઉનમાંથી 97,760 પાઉચ પાન મસાલા અને તમાકુનો જથ્થો મળી આવ્યો હતો. ગોડાઉન સંચાલક પાસેથી બિલ મળી ન આવતા 1.13 કરોડનો પાન મસાલા અને તમાકુનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે કપરાડા પોલીસ મથકે 41(1)ડી હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે કાકડ કોપડ ગામમાં ખોરી ફળિયામાં આવેલી વેલો પ્લાસ્ટ કંપની સામે આવેલા કાનાજી ટ્રેડર્સના ગોડાઉનમાં ચેક કરતા 2 ટ્રક ન. HR-55-AJ-4769 અને MH-55-AJ-9612 અને 335 બોરી તમાકુ અને પાન મસાલાનો જથ્થો બિલ વગર મળી આવ્યો હતો. નાનાપોઢા પોલીસે મથકે 3 યુવકોની અટકાયત કરી 41(1)ડી મુજબ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.આ કાર્યવાહી ની પાન મસાલા વેપારીઓમાં ભારે વાત ફેલાઈ  હતી

 

(4:59 pm IST)