Gujarati News

Gujarati News

News of Sunday, 16th January 2022

ઠેંફ કાર સાથે પાયલોટિંગ કરી દારૂ પહોંચાડવાનો કીમિયો

હવે દારૂને પણ પાયલોટિંગ : કન્ટેનર કારમાં પાયલોટિંગ સાથે એસપી રીંગ રોડ વૈષ્ણવ દેવી સર્કલ તરફથી આવી અમદાવાદ બહાર જઈ રહેલ છે

અમદાવાદ, તા.૧૫ : ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં માટે બૂટલેગરો નિતનવા કિમિયાઓ શોધો કાઢે છે. અત્યાર સુધીમાં નવી નવી મોડસ ઓપરેન્ડીથી દારૂ લાવવામાં આવ્યો તેવા અનેક બનાવો સામે આવ્યા બાદ ઠેંફ કારનાં પાયલોટિંગ સાથે રાજસ્થાન થી ગાંધીધામ દારૂ નો જથ્થો લઇ જતા એક આરોપી ને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે રાકેશ મહેશ્વરી નામનો ઈસમ કન્ટેનરમાં દારૂ ના જથ્થા ની હેરાફેરી કરે છે. અને એક કન્ટેનર કારમાં પાયલોટિંગ સાથે એસ પી રીંગ રોડ  વૈષ્ણવ દેવી સર્કલ તરફ થી આવી અમદાવાદ શહેર બહાર જઈ રહેલ છે. જે બાતમીના આધારે પોલીસએ વૈષ્ણવ દેવીથી ઓગણજ તરફ જતા રોડ પર વોચ ગોઠવી હતી.

અને બાતમીનાં આધારે કાર આવતા તેને રોક્યો હતો. જો કે કાર ચાલક ની પૂછપરછ કરતા જ કન્ટેનર ચાલક એ થોડે દૂર કન્ટેનર મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસ એ અલગ અલગ બ્રાન્ડની આશરે ૧૯૦ દારૂની પેટી,  બિયરનાં ટીન ભરેલ ૧૨૯ પેટી, કન્ટેનર અને ટેદૃ કાર સહિત કુલ રૂપિયા ૨૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ એ કાર ચાલક રતનસિંગ સોઢાની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે રાજસ્થાનનાં રાકેશ મહેશ્વરીને ત્યાં દારૂની હેરાફેરી કરવા માટે ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. અને તેમણે આ કારમાં દારૂ ભરેલ કન્ટેનર નું પાયલોટિંગ કરી દારૂનો જથ્થો ગાંધીધામ પહોંચાડવા માટે કહ્યું હતું. હાલમાં પોલીસ એ આ સમગ્ર મામલે આરોપીની પૂછપરછ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

(7:39 pm IST)