Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

ગુજરાતમાં તીવ્ર ઠંડીનું મોજુ ફેલાયું : નલિયા ખાતે ૮.૪

અમદાવાદમાં પણ લોકોએ ઠંડીનો અનુભવ કર્યોઃ છેલ્લા કેટલાક દિનથી ઠંડીનું મોજુ : હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાની અસર : તાપમાન હજુ ઘટશે

અમદાવાદ, તા.૧૫, અમદાવાદ સહિત રાજ્યભરમાં તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. સવારથી જ લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાની અસર પણ દેખાઈ રહી છે. બીજી બાજુ સવારમાં ઠંડા પવનો ફુંકાઈ રહ્યા છે. મોડીરાતથી વહેલી પરોઢ સુધી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. તાપમાનમાં પણ ઘટાડો થયો છે. આજે રાજ્યના નલિયામાં સૌથી ઓછું ૮.૪ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. બીજી બાજુ અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૩.૬ ડિગ્રી નોંધાયું હતું. સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા ભાગોમાં તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. અમરેલીમાં ૯.૩, રાજકોટમાં ૧૧.૧, સુરેન્દ્રનગરમાં ૧૨ અને મહુવામાં ૧૩.૫ ડિગ્રી તાપમાન રહ્યું હતું. ભુજમાં લઘુત્તમ તાપમાન ૯.૮ ડિગ્રી નોંધાઈ ગયું છે. ઠંડીનું પ્રમાણ અકબંધ રહે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. રાજસ્થાનના માઉન્ટ આબુમાં મોટી સંખ્યામાં ગુજરાતી લોકો હાલ પહોંચેલા છે. આ પ્રવાસી લોકો હાલ તીવ્ર ઠંડી અનુભવી રહ્યા છે. કારણ કે માઉન્ટ આબુમાં પારો એક ડિગ્રીની આસપાસ છે.

(9:22 pm IST)