Gujarati News

Gujarati News

News of Sunday, 15th November 2020

અમદાવાદ :વાહનની બેટરી ચોરનો આરોપી ઝડપાયો: પોલીસ કમ્પાઉન્ડમાં બેટરી ચોરી કર્યાની કબૂલાત કરતા પોલીસ ચોકી

શહેરકોટડા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં પોલીસે જુદા જુદા કેસમાં મુદ્દામાલમાં જમા લીધેલા બાઈકમાંથી ચાર બેટરીઓ ચોરી હતી

અમદાવાદ : શહેરકોટડા પોલીસે બાતમીના આધારે ચોરીની બેટરીઓ સાથે ચોરને ઝડપી લીધો હતો. પોલીસ પૂછપરછમાં આરોપીએ બેટરી ચોરીની જગ્યા બતાવી તો પોલીસ પણ તેની હિંમત જોઈ દંગ રહી ગઈ હતી. બેટરીઓ ચોરી કરનાર શખ્સ પકડાયો ત્યારે પોલીસને જાણ થઈ કે, શહેરકોટડા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાંથી આરોપી વાહનની બેટરી ચોરી ગયો હતો.

શહેરકોટડા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ વિષ્ણુપ્રસાદ ગોપાલભાઈને બાતમી મળી હતી કે, સિટી ગોલ્ડથી હીરાવાડી ચાર રસ્તા તરફ બાઈક પર એક શખ્શ  ટુવ્હીલરની ચોરીની બેટરીઓ લઈ પસાર થવાનો છે. બાતમી આધારે પોલીસે સુરજ ઉર્ફ રણજીત કાયામલ સેનાપતી (ઉં,30)રહે, ઇન્ડિયા બુલ્સ,હરિભાઈ ગોદાણીના દવાખાના પાસે, સરસપુરની અટક કરી હતી

 

પોલીસ તપાસમાં સૂરજે જણાવ્યું કે, ગત તા.13મીના રોજ બપોરે 1 વાગ્યે તે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો. પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં પોલીસે જુદા જુદા કેસમાં મુદ્દામાલમાં જમા લીધેલા બાઈકમાંથી ચાર બેટરીઓ ચોરી હતી. આ બેટરીઓ વેચવા માટે નીકળ્યો હતો.જો કે તે પહેલાં પોલીસે ઝડપી લીધો હતો.

સુરજ ધોળાદહાડે પોલીસની નજર ચૂકવી પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમા પડેલા બાઇકોમાંથી ચાર બેટરીઓ ચોરી ગયો અને કોઈને જાણ ના થઇ તે બાબત અને સૂરજની હિંમત જોઈ પોલીસ દંગ રહી ગઈ હતી

(8:50 pm IST)