Gujarati News

Gujarati News

News of Sunday, 15th November 2020

સુરતમાં રેલવે સ્ટેશન પર ફટાકડા ભરેલી બેગમાં વિસ્ફોટ થતાં અફરાતફરીનો માહોલ

તંત્રે બેગમાં લાગેલી આગ પર પણ કાબૂ મેળવી લીધો: મોટી દુર્ઘટના ટળી

સુરત : સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર બ્લાસ્ટ થયો હતો, જો કે જાનમાલનું કોઈ નુકસાન થયું હોવાની જાણકારી બહાર આવી નહોતી

મળતી માહિતી મુજબ એક મુસાફર ફટાકડા ભરેલી બેગ લઈને સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પરથી જઈ રહ્યો હતો, જો કે કોઈ અગમ્ય કારણોસર તેની ફટાકડા ભરેલી બેગમાં બ્લાસ્ટ થયો હતો, જેને લઈને આખી બેગમાં આગ લાગી હતી, પહેલા બ્લાસ્ટ અને પછી બેગમાં લાગેલી આગ જોઈને ત્યાં ઉપસ્થિત રહેલા લોકોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો, જો કે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી અને રાહતની વાત એ હતી કે તંત્રે બેગમાં લાગેલી આગ પર પણ કાબૂ મેળવી લીધો હતો.

પરંતુ જો આ ઘટના ટ્રેનના કોઈ ડબ્બામાં કે ચાલતી ટ્રેનમાં બનવા પામી હોત તો ઘણી મોટી જાનહાનિ થવાની સંભાવના હતી, આમ ફટાકડા ભરેલી બેગ જાનલેવા પુરવાર થઈ હોત, પરંતુ આ દુર્ઘટના બનવા પામી નહોતી

(7:22 pm IST)