Gujarati News

Gujarati News

News of Sunday, 15th November 2020

અરવલ્લીમાં દિવાળીના તહેવાર ટાણે જ દારૂના નશામાં યુવાને જાહેરમાં બાઈક સળગાવી દીધી

મેઘરજ તાલુકાના રામગઢી ગામે દારૂના નશામાં છકટા બનેલા યુવકોની કરતૂત

રાજસ્થાન ના સરહદે અડી ને આવેલા અરવલ્લી જિલ્લા માંથી સમગ્ર ગુજરાત માં વિદેશી દારૂ ની હેરાફેરી માટે જાણીતું છે ત્યારે નજીકના તાલુકાના ગામડામાં પણ દારૂ ની બદી પુરપાટે જોવા મળે છે કેટલાક ભ્રષ્ટ પોલીસ ના પાપે યુવાનો નશાના રવાડે ચડી ગયા છે ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતે જ્યારથી ચાર્જ સંભાળ્યો છે ત્યારથી દારૂ ની બદી ને અટકાવવા કડક પગલાં લઇ રહ્યા છે છતાં કેટલાક પોલીસ કર્મીઓ હપ્તાની લાયમાં છાનાં છપને દારૂના હોમ ડિલિવરી કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આવોજ એક કિસ્સો મેઘરજ તાલુકાના રામગઢી ગામે દિવાળી તહેવારની રાત્રીએ દારૂના નશામાં છકટા બનેલા બે યુવકોએ ગામના જાહેર માર્ગ પર પોતાની બાઇકને આગ ચાંપી દીધી હતી, એકતરફ કોરોના ના કહેર અને મોંઘવારી ના માર વચ્ચે જીવી રહેલી જનતા ને ખાવા અને મીઠાઈ પણ દિવાળીના દિવસે જોવા નથી મળી ત્યારે મોંઘીદાટ બાઇક નશા ની હાલત માં સળગાવી દેતા નશો ઉતર્યા બાદ ની પરિસ્થિતિ કેવી હશે તે તો આ નશો કરેલા યુવાનો અને તેમના પરિવાર નેજ ખબર હશે.

(6:36 pm IST)