Gujarati News

Gujarati News

News of Sunday, 15th November 2020

માલપુર પોલીસ સ્ટેશનમાં બાલક્રિડાગણનું લોકાર્પણ કરતા બાળકોમાં આનંદ છવાયો

મેદાનમાંથી ઝાડી-ઝાંખરા અને ગંદકી દૂર કરાવી બાળક્રીડાંગણ અને બગીચો તૈયાર કરાયો

મોડાસા : માલપુર પોલીસ લાઈનની નજીક મેદાનમાં છેલ્લા ઘણા સમયથી ઝાડી ઝાંખરાં અને ગંદકીનું સામ્રાજ્ય હતું ત્યારે તાજેતરમાં તમામ ગંદકી દુર કરી વિવિધ વૃક્ષો વાવી બગીચો તૈયાર કરી તેમા હિંચકા ચબુતરો બાકડા સહિતની સુવિધા ઉભી કરાતા પોલીસ જવાનો અને તેમના પરિવારોમાં આનંદની લાગણી ફેલાઇ હતી.

માલપુર પોલીસ સ્ટેશનમાં વિવિધ કામગીરી કરાઈ રહી છે. ઉત્સાહી એવા પી. એસ. આઇ. એન.એમ.સોલંકી જયારે માલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા ત્યારે તેમમાં માર્ગદર્શન હેઠળ ધી માલપુર નાગરિક સહકારી બેંકના સહયોગથી પોલીસ લાઈનની નજીક આવેલા મેદાનમાંથી ઝાડી-ઝાંખરા અને ગંદકી દૂર કરાવી બાળક્રીડાંગણ અને બગીચો તૈયાર કરવામાં આવ્યો હતો.

(5:50 pm IST)