Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

ડેડીયાપાડાની મગરદેવ ચોકડી પાસે બે મોટરસાઇકલ વચ્ચે અકસ્માતમાં ત્રણ ને ઇજા થતા ફરીયાદ નોંધાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના મગરદેવ ચોકડી પાસે બે બાઇકો વચ્ચે અકસ્માત થતા ત્રણ વ્યક્તિ ઓને ઇજાઓ થતા ગુનો નોંધાયો છે.
  પ્રાપ્ત માહિતી મુજબ ભુપેન્દ્રભાઇ બકુલભાઇ વસાવા (રહે-સોલીયા, તા.દેડીયાપાડા) એ આપેલી ફરીયાદ મુજબ તા.12 ઓક્ટોમ્બરે સાંજે 6.45 વાગે હસમુખભાઇ ગોમાભાઇ વસાવા ( રહે. મગરદેવ તા.દેડીયાપાડા જી.નર્મદા) નાઓએ પોતાના કબ્જામાં ની મોટર સાઇકલ નંબર-GJ- 22-L- 4384 પુરઝડપે હંકારી લાવી તેમની મોટર સાઇકલ નંબર GJ-22-K- 9891 સાથે અથાડી તેમને તથા સાહેદ અક્ષયભાઇ ચુનિલાલ વસાવાને ઇજા પહોચાડી તથા અકસ્માત કરનાર હસમુખભાઈને પણ શરીરે ઓછી- વત્તી ઇજા પહોચાડી ગુનો કરતા ડેડીયાપાડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(12:16 pm IST)