Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

રાજપીપળા માં નવરાત્રી દરમ્યાન રાજપૂત ફળીયા ખાતે માતાજીનો હવન કરી વિશ્વ શાંતિની પ્રાર્થના સાથે મહા આરતી કરાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નવરાત્રી પર્વની ઉજવણી નો અંતિમ પડાવ માં આઠમ, નોમ માં માઇ ભક્તો ઘરમાં પોતાના મંદિરમાં અનુષ્ઠાન માટે શ્રીફ્ળનું સ્થાપન કરતા હોય છે જેને બદલતા હોય છે સાથે હવન પણ કરતા હોય છે જેમ કે ઘર પરિવાર પર કોઈ મુશ્કેલી દૂર થઇ જાય માં શક્તિ હંમેશા રક્ષણ કરે એ મટે હવન કરવમાં આવતું હોય છે. રાજપૂત ફળિયામાં પણ પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલની આગેવાનીમાં આજરોજ હવન કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ જોડા પૂજામાં બેઠા હતા.આ હવનમાં હાજરી આપવા અને મહા આરતીનો લાભ લેવા મહારાજા રઘુવીરસિંહ ગોહિલ, મહારાણી રુક્મણિ દેવી, કથાકાર વિરંચી પ્રસાદ શાસ્ત્રી, સ્વામી સિદ્ધેશ્વરજી, સાંસદ મનસુખ વસાવા, ગીતાબેન રાઠવા, ભાજપ જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ, મહમંત્રિ નીલ રાવ, વિક્રમભાઈ તડવી, પૂર્વ પ્રમુખ ભરતભાઈ વસાવા, આર.એ .સી  એચ.કે.વ્યાસ, ડીવાયએસપી રાજેશ પરમાર સહીત પાલિકા સદસ્યો અને ભાજપના આગેવાનો અને રાજપૂત આગેવાનો હાજર રહ્યા હતા.
રાજપૂત ફળીયા ખાતે પૂર્વ પ્રમુખ સ્વ.અલકેશસિંહ ગોહિલ દ્વારા આપણી દીકરી આપણા આંગણે નો અભિગમ રાખી ગરબા શરૂ કાર્યાજે આજે તેમના પુત્રી કુલદીપસિંહ ગોહિલ અને રાજદીપસિંહ ગોહિલ ધપાવી રહ્યા છે. ત્યારે સાંસદ મનસુખ વસાવા, મહારાણી રુક્મણિ દેવી, કથાકાર વિરંચી પ્રસાદ શાસ્ત્રી, સ્વામી સિદ્ધેશ્વરજી, ઘનશ્યામ પટેલ તમામે પાલિકા પ્રમુખ ની કામગીરીની પ્રશંસા કરી આટલા મોટા વહીવટને એક અનુભવી પ્રમુખ તરીકે નિભાવી રહ્યા છે કહી કુળદિપક તરીકે સમાજના કુળ ને દીપાવશે ના આશીર્વચન આપ્યા હતા.
 આ તબક્કે પાલિકા પ્રમુખ કુલદિપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે હવેથી રાજપૂત ફળિયું એક ફળિયું કે વિસ્તાર નહિ પણ રાજપૂત પરિવાર તરીકે ગણાશે કેમકે તમામ લોકો અહીંયા એક પરિવારની જેમ એક બીજા સાથે હળી મળીને રહે છે.

(11:59 am IST)