Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

કેવડિયા માં 31 ઓક્ટોમ્બર યોજાનાર એકતા પરેડના કાર્યક્રમને પગલે વી વી આઈ પી મુલાકાતોનો દોર શરૂ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કેવડિયા માં આગામી  31 ઓક્ટોમ્બર યોજાનાર એકતા પરેડના કાર્યક્રમને પગલે આજથી વી વી આઈ પી મુલાકાતો નો દોર શરૂ પ્રથમ સી પ્લેનના આગમન માટે આજે ડો.અમિતા પ્રસાદ,ચેરમેન, ઇંગ્લેન્ડ વૉટર વેસ્ટ ઇન્ડિયા, પ્રદીપ સિંહ ખરોલા,સેક્રેટરી, કેન્દ્રીય સિવિલ એવિએશન અને જવાહર ચાવડા,પ્રવાસન મંત્રી, ગુજરાત ખાસ જેટી ની મુલાકાતે આવ્યા છે

  .સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડના કાર્યક્રમ માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સી પ્લેન દ્વારા આવનાર છે ત્યારે આ લોકો જેટી ના કામ નું નિરક્ષણ કરવા આવ્યા છે. નર્મદા નિગમ ના એમ ડી રાજીવ ગુપ્તા પણ સાથે જોડાયા હતા.પધારેલા વી વી આઈ પી સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિવિધ પ્રકલ્પો ની મુલાકાત લેશે અને વી વી આઈ પી સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ સાથે પ્રધાનમંત્રી ના કાર્યક્રમો ને લઈને બેઠક કરશે.

(10:35 pm IST)