Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

કોરોના વચ્ચે રાજ્યએ ટુરિઝમ માટે નવીન પગલાઓ લીધા

કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન રાજ્યમંત્રીએ પ્રસંશા કરી : ટુરિઝમ પોલિસીને આધુનિક લૂક આપીને હેરિટેઝ ટુરિઝમ પોલિસીનો નવો કોન્સેપ્ટ ગુજરાતે દેશને આપ્યો

અમદાવાદ,તા.૧૫ : દેશના તમામ રાજ્યોના ટૂરિઝમના મંત્રીઓની બેઠક કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન રાજ્યમંત્રી પ્રહલાદસિંહ પટેલના અધ્યક્ષ સ્થાને વિડિઓ કૉન્ફરન્સના માધ્યમથી આજે યોજાઈ હતી. કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન રાજ્યમંત્રી પ્રહલાદ સિંહ પટેલે ગુજરાત ટૂરિઝમના નવા પગલાની પ્રસંસા કરીને ગુજરાતનો પ્રવાસન ઉદ્યોગ વધુને વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.  આ બેઠકમા ગુજરાતના રાજ્ય કક્ષાના પ્રવાસન મંત્રી વાસણ આહીરે સહભાગી થતાં જણાવ્યું હતુ કે, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત ટૂરિઝમને વિશ્વ સ્તરે પહોચાડ્યું છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત ટૂરિઝમે ટોચનું સ્થાન મેળવ્યું છે. કોવીડ-૧૯ના કારણે પ્રવાસન ઉદ્યોગ સામેના પડકારો અને તે અંગે રાજ્ય સરકારે લીધેલ પગલા અંગે મંત્રી આહિરે જરૂરી સૂચનો કર્યાં હતા. આ બેઠકમાં પ્રવાસન મંત્રી  વાસણ આહીરે જણાવ્યું હતુ કે, *કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા* ગુજરાતે ટુરિઝમ સેક્ટરમાં અનેક નવીન પગલાઓ લીધા છે. 

            રિઝમ પોલિસીને આધુનિક લૂક આપીને હેરિટેઝ ટુરિઝમ પોલિસીનો નવો કોન્સેપ્ટ દેશને આપ્યો છે. ગુજરાતનું પ્રવાસન-ટૂરિઝમ સેક્ટર વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત થાય તેવા પ્રયાસો દ્વારા વધુને વધુ રોજગારી આપતું સેક્ટર બનાવવું છે. હોમ સ્ટે પોલીસી દ્વારા લોકો ગુજરાતની સંસ્કૃતિથી પરિચિત થાય અને સ્થાનિક રોજગારી મળે તે માટેના પ્રયાશો હાથ ધરવામાં આવ્યા છે. પ્રવાસન મંત્રી વાસણ આહીરે જણાવ્યું કે, ગુજરાતના લોકોની વર્ષોથી અપેક્ષા હતી કે ગિરનાર પર્વત પર રોપવેની સુવિધા મળે જેથી લોકો સરળતાથી ગિરનાર પર્વતની મુલાકાત લઈ શકે તે કામ આજે પૂર્ણતાના આરે છે. તેમજ અમરેલીમાં સાસણગીરની જેમ એશિયાટિક લાયન માટે અમરેલી જિલ્લામાં આવેલ પ્રસિદ્ધ આંબરડી સફારી પાર્ક, ધારીને વર્લ્ડ ક્લાસ સુવિધા સાથે વિશ્વના નકશા ઉપર અંકિત કરવામાં આવશે. એશિયાટિક લાયન માત્ર સાસણગીરમાં જ નહી પરંતુ હવે આંબરડી ખાતે પણ જોવા મળશે. જેના પરિણામે આ વિસ્તારમાં દેશ-વિદેશના પ્રવાસીઓના આગમનથી આજુબાજુના લોકોને પ્રવાસન ક્ષેત્રે વધુ રોજગારી ઉપલબ્ધ થશે.કોવીડ-૧૯ની મહામારીના કારણે પ્રવાસન ઉદ્યોગને ખૂબજ પ્રતિકુળ અસર થઇ છે પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વની અમારી સરકારે પડકારોનો સફળતાપૂર્વક સામનો કર્યો છે. લોકડાઉન દરમિયાન વિદેશોમાં ફસાયેલા આશરે ૧૫૦૦૦ ભારતીઓને સ્વદેશ પરત લાવવામાં પ્રવાસન નિગમે પ્રયાસો કર્યાં છે અને આ માટે ૯૬ ફ્લાઇટ અને એક શીપની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. લોકોને ભોજન-ટ્રાન્સપોર્ટ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. ભારતમાં ફસાયેલા વિદેશી નાગરીકોને સ્વદેશ પહોંચાડવા પણ પ્રવાસન વિભાગ સહયોગી બન્યો છે જે કામ માટે જર્મની, બ્રાઝિલ, અને યુરોપીયન દેશોના વિદેશ મંત્રાલયે આભાર માન્યો છે. હવે અનલોકની સ્થિતિમાં ગુજરાતનો પ્રવાસન ઉદ્યોગ પણ ગતિ પકડી રહ્યો છે. લોકો જરૂરી તકેદારી સાથે જીવતા શીખી ગયા છે. મુખ્યમંત્રીના હસ્તે તાજેતરમાં ગુજરાત ટ્રાવેલ્સ એન્ડ ટુરીઝમ એક્સલેન્સ એવોર્ડ-૨૦૨૦ આપવામાં આવ્યો છે. રાજ્યમાં ''બનો સવાયા ગુજરાતીલ્લલ્લ કેમ્પેઇન શરૂ કરાયેલ છે. રાજ્યમંત્રી વાસણ આહીરે વધુમાં જણાવ્યું કે, *કુછ દિન તો ગુજારો ગુજરાત મેં* ગુજરાત પાસે ઘણું પ્રવાસન વૈવિધ્ય છે, જેમાં હેરિટેજ, પ્રાકૃતિક સૌંદર્ય, તીર્થ સ્થાનો, સફેદ રણ અને પ્રાગૈતિહાસિક વિરાસત પડેલી છે તેને વર્લ્ડ ટુરિઝમ મેપ પર પ્રસ્થાપિત કરવા ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે.

(9:06 pm IST)