Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

નવરાત્રી અંગે ગાઇડલાઇન જાહેર : સોયાયટીમાં પૂજા-આરતી માટે લેવી પડશે પોલીસ પરમિશન

પ્રસાદ વહેંચતા લોકોએ માસ્ક અને હાથે મોજાં પહેરવા જરૂરી

અમદાવાદઃ રાજ્યમાં આ વર્ષ કોરોનાના કહેરના કારણે ગરબાના આયોજનને મંજરી આપવામાં આવી નથી. તો બીજી તરફ જો તમારે તમારી સોસાયટીમાં આરતી કરવી હશે તો પણ ફરજીયાત પોલીસની પરમીશન લેવી પડશે. પૂજા અને આરતી માટે એક કલાકનો સમય ફાળવવામા આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આરતીના સમયે સોસાયટીમાં મોટા પ્રમાણમાં લોકો ભેગા થતા હોય છે. જેને કારણે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું નથી. જેને લઈને આરતી કરવાના સ્થળ પર 6-6 ફૂટના અંતરે માર્કિગ કરીને લોકોને ઉભા રહેવાનું રહેશે જેથી સોશિયલ ડિસ્ટન્સિગ જળવાય. આજે અમદાવાદમાં પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને ગાઈડલાઈન જાહેર કરાઈ છે. જેને પગલે હવે સોસાયટીના ચેરમેન કે સેક્રેટરીએ આ મામલે પરમીશન લેવી પડશે.

કંટેંનમેન્ટ ઝોનમાં કોઈ પણ પ્રકારનું આયોજન થશે નહિ, સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પરમિશન લેવી જરૂરી.બે વ્યક્તિ વચ્ચે છ ફૂટનું અંતર રાખવું પડશે.,પૂજા આરતી માટે એક કલાકની મંજૂરી આપવામાં આવશે..પૂજા કે આરતી દરમિયાન મૂર્તિ અને ફોટા ને સ્પર્શ નહી કરી શકાય.,ખુલ્લો પ્રસાદ આપી શકાશે નહી , પેકેટ માં પેકજ પ્રસાદ આપવો પડશે.પ્રસાદ વહેંચતા લોકોએ માસ્ક અને હાથે મોજાં પહેરવા જરૂરી, થર્મલ સ્કેનીગ, અને ઑક્સીમીટર રાખવું પડશે. જાહેરમાં પાન મસાલાનું સેવન કરી શકાશે નથી. નાના બાળકો અને વૃદ્ધો હાજર ન રહે તે જરૂરી… મૂર્તિ વિસર્જન થઈ શકશે નહી. રાવણ દહન, અને સ્નેહ મિલન કરી શકાશે નહી

  . આરતી અને પૂજામાં ઊભા રહેવા માટે ફૂટ પ્રિન્ટ અથવા તો રાઉન્ડ કરવા જરૂરી રહશે… નવરાત્રિ ને લઈને પોલીસ કમિશનરનું જાહેરનામુ. નવરાત્રિમાં 200 થઈ વધુને એકઠા ન થવું. સોશિયલ ડિસ્ટસિંગ સાથે આરતી કરવી. દશેરાએ રાવણ દહન અને ગરબા કરવામાં આવશે નહી. શેરી ગરબા માટે સ્થાનીક પોલીસ ની મંજુરી લેવી જરૂરી. હેન્ડવોશ, સેનિટાઇઝરની સુવિધાનો તમામે ફરજિયાત અમલ કરવાનો રહેશે. સમારંભ દરમિયાન થૂંકવા તેમજ પાન-મસાલા, ગુટખા સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. 65થી વધુ વયના વયસ્ક નાગરિકો, 10 વર્ષથી નીચેની વયનાં બાળકો, સગર્ભા માતાઓ તેમ જ અન્ય બીમારીથી પીડિત વ્યક્તિઓ આવા સમારંભોમાં ભાગ ન લે એ હિતાવહ છે.

(8:33 pm IST)