Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

બાયડથી દહેગામ રોડ પર બાઇકસવારના મોતનું કારણ બનેલ અજાણ્યો વાહન ચાલક ઝડપાયો

મોડાસા:અરવલ્લી જીલ્લાના બાયડથી દહેગામ રોડ પર જંત્રાલ પાસે એક બાઈક સવારનું અજાણ્યા વાહનની ટક્કરે મોત નિપજ્યું હતું. જંત્રાલ કંપાના સ્ટેન્ડ પાસે ફેટલ અકસ્માત કરી અંધારામાં છુમંતર થઈ ગયેલા અજાણ્યા વાહન ચાલકને શોધી કાઢવા આંબલિયારા પોલીસ સબ ઇન્સ્પેકટર આર. એમ. ડામોર અને પોલીસ સ્ટાફના માણસો સાથે સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવી તથા આસપાસના વિસ્તારમાં સઘન તપાસ હાથ આરોપી માલસંગ દિપસંગ પરમાર ને વાહન ટાટા ટેમ્પો સાથે ગણતરીના દિવસોમાં ઝડપી લીધો છે.

(11:34 pm IST)