Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

અમદાવાદમાં નકલી ડોક્ટોરનો રાફડો ફાટ્યો : ચાલુ વર્ષે 14 જેટલા બનાવટી ડોક્ટરો ઝડપાયા

અમદાવાદઃ કોરોનાના કપરા સમયને કેટલાક રૂપિયાના લાલચું લોકોએ જાણે કે રૂપિયા કમાવવાની ઉત્તમ તક સમજી બેઠા હોય તેમ લાગી રહ્યું છે. આવા સમયમાં લોકોની જીંદગી સાથે રમત કરતા બનાવટી ડોકટરોનો પણ રાફડો ફાટ્યો છે. માત્ર અમદાવાદ ગ્રામ્યમાં જ ચાલુ વર્ષે 14 જેટલા બનાવટી ડોકટરો ઝડપાયા છે.

રાજ્યના પોલીસ વડાએ ખાસ ડ્રાઈવ રાખીને આવા ડોકટરો સામે કાર્યવાહી કરવા માટેના આદેશ કર્યા હતા. જેમાં ચાલુ વર્ષે માત્ર અમદાવાદ ગ્રામ્યમાંથી 14 બનાવટી ડોકટરો મળી આવ્યા છે.

ખાસ ડ્રાઈવ અંતર્ગત ગ્રામ્ય પોલીસએ અલગ અલગ વિસ્તારમાં ક્લિનિક ચલવતા ડોકટરોને ત્યાં તપાસ કરી હતી. જેમાં 250 જેટલા ડોકટરોની તપાસમાં 14 બનાવટી ડોકટરો મળી આવ્યા છે. જેમણે 10 પાસ કે 12 પાસ સુધીનો અભ્યાસ કરી ખાનગી હોસ્પિટલોમાં કમ્પાઉન્ડર કે વોર્ડ બોય તરીકે કામ કરીને ક્લિનિક ખોલી નાખ્યાં હતાં. પોલીસે આ તમામ લોકો સામે કાયદેસર કાર્યવાહી કરીને વધુ તપાસ શરૂ કરી છે. આ તમામ ડોકટરો પાસે ડિગ્રીના હોવા છતાં ક્લિનિક શરૂ કરીને લોકોની સારવાર કરતા હતા.

(10:36 pm IST)