Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

અમદાવાદ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 11 કરોડ રૂપિયાના વિવિધ વિકાસના કાર્યો મંજૂર

4 ઝોનમાં પેવર બ્લોક નાખવામા આવશે તેમજ RCC રોડ સહિત વિવિધ વિકાસના કામ કરાશે

અમદાવાદ : મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વિવિધ વિકાસના કામો મંજુર કરાયા છે જેમાં  લગભગ 11 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ સ્થળે RCC રોડ બનાવવા તેમજ પેવર બ્લોક નાખવા સહિત કામને મંજૂરી આપવામાં આવી છે  જે 11 કરોડના કામને મંજૂરી અપાઈ, તેમાં 4 ઝોનમાં પેવર બ્લોક નાખવામા આવશે તેમજ RCC રોડ સહિત વિવિધ વિકાસના કામ કરવામાં આવશે.

 ઉતર પશ્ચિમ ઝોનના ગોતામાં વસંત નગર ટાઉનશીપ અને અન્ય સ્થળ મળીને 5.68 કરોડના ખર્ચે આર.સી.સી. રોડ અને પેવર બ્લોક નાખવામાં આવશે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં મકતમપુરા વોર્ડમાં 52.93 લાખ, વેજલપુરમાં 60.71 લાખ, સરખેજમાં 68.43 લાખના ખર્ચે આર.સી.સી. રોડ અને પેવર બ્લોક નખાશે. જ્યારે મકતમપુરામાં 75.79 લાખના ખર્ચે પાકો રોડ બનશે. તો વેજલપુરમાં 45 લાખ અને સરખેજમાં 55.77 લાખના ખર્ચે કમ્પાઉન્ડ વોલ બનાવાશે.

દક્ષિણ ઝોનમાં વટવા વોર્ડમાં 1 કરોડના ખર્ચે RCC રોડ અને પેવર બ્લોક અને ફૂટપાથના કામને મંજૂરી આપવામાં આવી.છે
પશ્ચિમ ઝોનમાં વરસાદી પાણીના સંગ્રહ માટે વેલ બનાવવા અને રીપેર કરવા 64.86 લાખના કામને મંજૂરી આપવામાં આવી. એટલું જ નહીં પણ AMC ની મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં તાકીદના કામમાં એડવાન્સ ટેક્સ રિબેટ યોજનામાં 15 દિવસનો સમય વધારવામાં આવ્યો.છે

એડવાન્સ ટેક્ષ ભરવાની 15 જુલાઈ એ સમય મર્યાદા પૂર્ણ થતી હતી તે વધારી 31 જુલાઈ સુધી લંબાવવામાં આવી છે. જેથી લોકો વધુ ટેક્સ ભરે અને લોકોને સરળતા રહે તેમજ AMC ની તિજોરીમાં વધુ ટેક્સ જમા થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો સાથે જ સ્ટેન્ડિંગ કમિટીમાં રિવરફ્રન્ટ પર આગામી 2 દિવસમાં ચંદ્રનગર બ્રિજ પાસે મિયાવાકી પદ્ધતિથી 40 હજાર વૃક્ષો વાવવામાં આવશે તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.

તેમજ શહેરના તમામ વોર્ડમાં 3 વર્ષ માટે આધાર કાર્ડ કેન્દ્રો પર સંલગ્ન કામગીરી માટે 3 કરોડના ખર્ચે જરૂરી મેનપાવર પુરો પાડવા કામને મંજૂરી અપાઈ છે. આમ આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં વિવિધ કામો પર ધ્યાન અપાયુ છે. જોકે તેની સાથે ચોમાસા દરમિયાન શહેરમાં સર્જાતી સમસ્યા પર પણ ધ્યાન આપવાની જરૂર દેખાઈ રહી છે. જેથી સ્થાનિક સમસ્યાનો જલ્દી નિકાલ લાવી શકાય.

(7:07 pm IST)