Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી :સૌરાષ્ટ્રમાં પણ ખાબકશે

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લોપ્રેશર અને સાઈક્લોનિક સર્ક્યુલેશનને સિસ્ટમને પગલે રાજ્યમાં ચોમાસું સક્રિય

અમદાવાદ :  સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લોપ્રેશર અને સાઈક્લોનિક સર્ક્યુલેશનને સિસ્ટમને પગલે હવે ફરી એકવાર રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. હવામાન વિભાગ મુજબ, દક્ષિણ ગુજરાત 3 દિવસ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. 

   હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી તથા સૌરાષ્ટ્રમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ તથા દમણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે ડાંગ, તાપી અને સુરતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. ભારે વરસાદની આશંકાને પગલે માછીમારોને બે દિવસ માટે દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.

(12:16 pm IST)