Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

આજે ફરી પેટ્રોલ - ડિઝલના ભાવમાં ભડકો

પેટ્રોલમાં લિટરે ૩૪ પૈસા તો ડિઝલમાં ૧૬ પૈસાનો વધારો

રાજ્યના આઠ મહાનગરોમાં પણ પેટ્રોલ - ડિઝલની કિંમત હવે ૧૦૦ રૂપિયાને નજીક પહોંચી રહી છે

અમદાવાદ તા. ૧૫ : રાજયમાં આજે ફરી પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં ભાવ વધારો થયો છે. પેટ્રોલમાં પ્રતિ લિટરે ૩૪ પૈસા જયારે ડિઝલમાં પ્રતિ લિટરે ૧૬ પૈસાનો ભાવ વધારો થયો છે. ભાવનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે ૯૯.૯૩ રૂપિયા જયારે ડિઝલની કિંમત ૯૮.૩૮ રૂપિયા પર પહોંચી ગઈ છે. તો રાજયના આઠ મહાનગરોમાં પણ પેટ્રોલ-ડિઝલની કિંમત હવે ૧૦૦ રૂપિયાને નજીક પહોંચી રહી છે.

અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે ૯૮.૩૬ રૂપિયા જયારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે ૯૬.૮૧ રૂપિયા પર પહોંચી. ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે ૯૮.૫૬ રૂપિયા જયારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે ૯૧.૦૧ રૂપિયા પર પહોંચી ગઈ છે. રાજકોટમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે ૯૮.૧૩ રૂપિયા જયારે ડિઝલની કિંમત ૯૬.૬૧ રૂપિયા પર પહોંચી ગઈ છે. વડોદરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે ૯૮.૦૩ રૂપિયા જયારે ડિઝલની કિંમત ૯૬.૪૮ રૂપિયા પર પહોંચી ગઈ છે. જામનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે ૯૮.૨૮ રૂપિયા જયારે ડિઝલની કિંમત ૯૬.૭૪ રૂપિયા પર પહોંચી ગઈ છે. જૂનાગઢમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે ૯૮.૯૬ રૂપિયા જયારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે ૯૭.૪૩ રૂપિયા પર પહોંચી ગઈ છે. સુરતમાં પણ પેટ્રોલની કિંમત ૯૮.૩૭ રૂપિયા જયારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે ૯૬.૮૫ રૂપિયા પર પહોંચી ગઈ છે.

વિતેલા ૭ વર્ષમાં કેટલી વધી કિંમત ?

વર્ષ

પેટ્રોલ

ડિઝલ

૨૦૧૪-૧૫

૬૬.૦૯

૫૦.૩૨

૨૦૧૫-૧૬

૬૧.૪૧

૪૬.૮૭

૨૦૧૬-૧૭

૬૪.૭૦

૫૩.૨૮

૨૦૧૭-૧૮

૬૯.૧૯

૫૯.૦૮

૨૦૧૮-૧૯

૭૮.૦૯

૬૯.૧૮

૨૦૧૯-૨૦

૭૧.૦૫

૬૦.૦૨

૨૦૨૦-૨૧

૭૬.૩૨

૬૬.૧૨

(10:19 am IST)