News of Wednesday, 14th February 2018

બહુચરાજીના બલોલ ગામના સગીરની હત્યાના આરોપીની પોલીસ લોકઅપમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા


મહેસાણા જિલ્લાની બહુચરાજી તાલુકાના બલોલ ગામમાં બે દિવસ પહેલા થયેલી 17 વર્ષના કિશોરની હત્યા પ્રકરણમાં ઝડપાયેલા આરોપીએ પોલિસ લોકઅપમાં આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી.

મહેસાણાના સાંતલ પાસે આવેલા બલોલ ગામમાં 12 ફેબ્રુઆરીએ નીલ પટેલ નામના યુવાનની હત્યા થઇ હતી. હત્યા મામલે પોલિસ કેટલાંક શંકમંદોની પુછપરછ કરી હતી. પુછપરછમાં મહેશ પટેલ નામની વ્યક્તિનું નામ ખુલ્યું હતું.

   મહેસાણા પોલિસે 13 તારીખે મહેશ પટેલની અટકાયત કરીને તેની પુછપરછ કરી હતી.પોલિસની પુછપરછમાં મહેશ પટેલે કબુલાત કરી હતી કે તેણે નીલ પટેલની હત્યા કરી છે.મહેશ પટેલે હત્યામાં વાપરવામાં આવેલ છરીની માહિતી પણ પોલિસને આપી હતી.

   જો કે મહેશ પટેલે હત્યાની કબુલાત કર્યા બાદ લોકલ ક્રાઇમ બ્રાંચના ટોઇલેટમાં જઇને ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી.

(11:10 pm IST)
  • નોબેલ શાંતિ પારિતોષિક વિજેતા મલાલા યુસુફઝાઈએ સ્ત્રીઓનાં માસિક ચક્ર વખતે સ્વચ્છતા જાળવવાની સાથોસાથ એવી સ્ત્રીઓની અવગણના ન કરવાનો સંદેશ આપતી બોલીવૂડની ફિલ્મ ‘પેડ મેન'ની પ્રશંસા કરી છે. હવે ‘પેડ મેન'નાં નિર્માતાઓ મલાલા માટે સ્પેશિયલ શો યોજવાની તૈયારીમાં છે, એવું ફિલ્મના દિગ્દર્શક આર. બાલ્કીએ જણાવ્યું હતું. access_time 11:57 pm IST

  • કેનેડાના વડા પ્રધાન ટ્રુડો ૧૭મીથી ભારતની ચાર દિવસ યાત્રા પરઃ ટ્રુડો સરકાર ખાલીસ્તાનીઓ પ્રત્યે કુણું વલણ ધરાવતી હોવાનો આક્ષેપ access_time 11:21 am IST

  • દુનિયામાં માત્ર ૫ ટકા મહિલાઓ ગણિત અને નેચરલ સાઈન્સ ક્ષેત્રમાં કામ કરે છેઃ એન્જીનીયરીંગમાં ૮ ટકા અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ૧૫ ટકા મહિલાઓ access_time 4:11 pm IST