News of Thursday, 15th February 2018

ખંભાત તાલુકાના વત્રા ગામે કચરા બાબતે મહિલાને દંપતિઅે ઢીબી નાખીઃ ખૂનની ધમકી

ખંભાતઃ તાલુકાના વત્રા ગામે કચરો સાફ કરતી વખતે માથાકુટ થતા મહિલાને દંપતિને માર મારીને ખુની ધમકી આપતા પોલીસ ફરિયાદ થઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ ખંભાત તાલુકાના વત્રા ગામે આજે સવારના સુમારે કચરા બાબતે દંપતીએ તકરાર કરીને મહિલાને માર મારતાં અંગે ખંભાત રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

મળતી વિગતો અનુસાર નીતાબેન જયંતિભાઈ ઠાકોર આજે સવારના સુમારે કચરો વાળતા હતા ત્યારે બાજુમાં જ રહેતા આરતીબેન ગોપાલસિંહ ઠાકોરે ગમે તેવી ગાળો બોલીને કચરો અમારી બાજુ કેમ નાંખો છો તેમ કહ્યું હતુ જેથી નીતાબેને કચરો અમારી બાજુ સાફ કરું છુ તેમ કહેતા જ આરતીબેનના પતિ ગોપાલસિંહ આવી ચઢ્યા હતા અને ગડદાપાટુનો માર માર્યો હતો. આરતીબેન ધોકરણું લઈને આવી ચઢ્યા હતા અને નીતાબેનને ડાબી આંખ ઉપર મારી દીધુ હતુ. ત્યારબાદ જાનથી મારી નાંખવાની ધમકી આપીને ત્યાંથી પોતાના ઘરે જતા રહ્યા હતા.

(6:10 pm IST)
  • નોબેલ શાંતિ પારિતોષિક વિજેતા મલાલા યુસુફઝાઈએ સ્ત્રીઓનાં માસિક ચક્ર વખતે સ્વચ્છતા જાળવવાની સાથોસાથ એવી સ્ત્રીઓની અવગણના ન કરવાનો સંદેશ આપતી બોલીવૂડની ફિલ્મ ‘પેડ મેન'ની પ્રશંસા કરી છે. હવે ‘પેડ મેન'નાં નિર્માતાઓ મલાલા માટે સ્પેશિયલ શો યોજવાની તૈયારીમાં છે, એવું ફિલ્મના દિગ્દર્શક આર. બાલ્કીએ જણાવ્યું હતું. access_time 11:57 pm IST

  • ૧૯ ફેબ્રુઆરી સોમવારથી ગુજરાત વિધાનસભા સત્રનો પ્રારંભ થશે access_time 3:40 pm IST

  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ આજે અરૂણાચલ- ત્રિપુરાની મુલાકાત સમયે અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા. સભા દરમ્યાન તેઓ સ્થાનિક પહેરવેશમાં જોવા મળ્યા હતા. તેમણે અહીંયા દોરજી ખાંડુ રાજ્ય સભાગારનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે હવે સરકાર દિલ્હીથી નહીં, દેશના ઘણા હિસ્સાઓમાંથી લોકો ચલાવી રહ્યા છે. પીએમ ત્રિપુરામાં બે ચૂંટણી રેલીઓને સંબોધશે. ત્રિપુરા વિધાનસભા માટે 18 ફેબ્રુઆરીએ ચૂંટણી થવાની છે. access_time 4:12 pm IST