News of Wednesday, 14th February 2018

ભાજપ દ્વારા સરપંચ સંમેલન, સરપંચનો હોદ્દો માત્ર નામનો ?

સંમેલનમાં ભાજપ નેતાઓએ વ્યથા ઠાલવતા રોકયા

ગાંધીનગર, તા. ૧૪ : આજે બપોરે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે સરપંચ સંમેલન યોજાયેલ. સમારોહની શરૂઆતમાં જુનાગઢના માળીયા પંથકના એક સરપંચે હાલ સરપંચનો હોદ્દો માત્ર શોભાના ગાઠિયા જેવો કરી નખાયાનો આક્રોશ વ્યકત કરતા ભાજપના અગ્રણીઓએ સંમેલનમાં વિક્ષેપ રોકવા તેમને બોલતા અટકાવ્યા હતા. સરપંચોની વેદનાને વાચા આપવા પ્રયાસ કરનાર સરપંચને બહાર લઇ જવાયા હતાં.

(4:53 pm IST)
  • ધ્યાન દેજો...મોરબી પાસે કચ્છના નાના રણમાં 'કલ્પસર' જેવી જ પાણી સંગ્રહની શકયતા :યોજના અમલી બન્યે સૌરાષ્ટ્ર સોનુ ઉત્પન્ન થશેઃ સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા વિજયભાઇ રૂપાણી સમક્ષ રજુઆત access_time 4:11 pm IST

  • ઇરાની રાષ્ટ્રપતિ હસન રૂહાની આજથી ભારતની ૩ દિવસીય યાત્રા ઉપર બપોરે ૪ વાગ્યે હૈદ્રાબાદ આવી પહોંચ્યા છે. કેન્દ્રીય મંત્રી આર.કે.સિધે તેમનું સ્વાગત કર્યું હતું access_time 4:29 pm IST

  • પ્રિયંકા ચોપડાએ ગીતાંજલિ બ્રાન્ડ જ્વેલરીની જાહેરાત માટે તેને પૈસાની ચુકવણી કરવામાં ન આવી હોવાના અને તે આ મામલે અબજોપતિ નિરવ મોદી વિરુદ્ધ કેસ કરવાની હોવાના વેહતા થયેલા મીડિયા એહવાલોને નકારી કાઢ્યા છે. જો કે પ્રિયંકાએ એમ પણ કહ્યું હતું કે તેણે ગીતાંજલિ સાથેનો કોન્ટ્રાકટ કેન્સલ કરી દેવાનો નિર્ણય લીધો છે. તે હવે આ બ્રાન્ડની જાહેરાતમાં નહિં દેખાય. આ પાછળ પ્રિયંકાએ નિરવ મોદી પર થયેલા છેતરપિંડીના આરોપોને જવાબદાર ગણાવ્યા હતા. access_time 11:51 pm IST