News of Wednesday, 14th February 2018

આજે વેલેન્ટાઈનના દિવસે

અમદાવાદ રિવરફ્રંટ પર બજરંગ દળના કાર્યકરોએ કર્યો હંગામો : છોકરા-છોકરીયો પાછળ લાકડી લઈને દોડ્યા : પોલીસે કરી 10 લોકોની અટકાયત

અમદાવાદ : આજે દુનિયાભરમાં પ્રેમીઓ વેલેન્ટાઈન્સ ડે મનાવી રહ્યાં છે, ત્યારે અમદાવાદમાં બજરંગ દળ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.

બજરંગ દળના કાર્યકરો રિવરફ્રંટ પર લાકડીઓ સાથે ધસી આવ્યા હતા. કેસરિયો ખેસ પહેરીને રિવરફ્રંટ પર દોડી આવેલા બજરંગ દળના કાર્યકરોએ દહેશતનો માહોલ ઉભો કર્યો હતો. અચાનક જ દોડી આવેલા બજરંગ દળના કાર્યકરોને જોઈને રિવરફ્રંટ પર આવેલા કપલ્સમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે રિવરફ્રંટ પર બેફામ બનેલા બજરંગ દળના દસ જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

બજરંગ દળે અમદાવાદની અનેક કોલેજોની દિવાલો પર વેલેન્ટાઈન્સ ડે પર લવ જેહાદથી સાવધાનના પોસ્ટર્સ પણ લગાવ્યા છે. બે વર્ષ પહેલા વેલેન્ટાઈન્સ ડે પર જ બજરંગ દળના કાર્યકર્તાઓએ કપલ્સ પર ઈંડા ફેંક્યા હતા.

 

(12:36 pm IST)
  • અમદાવાદના જુહાપુરામાંથી લાખોની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું : ૯II કિલો ચરસ સાથે ૩ની ધરપકડઃ મુંબઇથી મંગાવાયેલ હતું: નાર્કો વિભાગ- એનસીબીને મોટી સફળતા access_time 4:09 pm IST

  • ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરની તબિયત લથડી ;મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા : access_time 1:08 am IST

  • હજારો કરોડના પંજાબ નેશનલ બેન્કના કૌભાંડમાં નિરવ મોદીને ત્યાં દરોડા : મુંબઈમાં એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટના ત્વરિત પગલા : નિરવ મોદીના ઘરે અને ઓફીસે ૧૦ થી ૧૨ સ્થળો પર ઈડીએ શરૂ કર્યુ સર્ચ ઓપરેશન : પંજાબ નેશનલ બેન્કના ૧૧ હજાર ૪૦૦ કરોડના કૌભાંડની તપાસનો જબરો ધમધમાટ : અનેકને રેલો આવશે access_time 12:24 pm IST