Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

કરોડોની વિદેશી દારૂ સાથે ૫૨.૯૭ કરોડનો માલ જપ્ત

સંબંધિત વિભાગ દ્વારા આક્રમક કાર્યવાહીઃ આચારસંહિતાના અમલ દરમિયાન ૫૧,૯૭૪ લોકોના હથિયારો જમા : ૧૫૩ ફરિયાદોનો નિકાલ કરી દેવાયો

અમદાવાદ, તા.૧૩, રાજયમા આવતીકાલે ગુરૂવારના રોજ બીજા તબકકા માટેના મતદાનનો આરંભ થશે આ અગાઉ રાજયના વિવિધ વિસ્તારોમાંથી આદર્શ આચાર સંહિતના અમલ હેઠળ રૂપિયા ૨૩.૫૦ કરોડની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે અન્ય ચીજો મળીને કુલ રૂપિયા ૫૨.૯૭ કરોડની કિમતનો મુદ્દામાલ જપ્ત કરવામા આવ્યો છે આ સાથે જ રાજયમાં કુલ  ૫૧૯૭૪ લોકોના હથિયાર જમા લેવામા આવ્યા છે તો આચારસંહિતા સંદર્ભમા મળેલી ૧૫૮ જેટલી ફરિયાદો પૈકી ૧૫૩ ફરિયાદોનો નિકાલ કરવામા આવ્યો છે.આ અંગે મળતી માહિતી અનુસાર,રાજયમાં ગત ૯ ડિસેમ્બરના રોજ પ્રથમ તબકકાનુ મતદાન પુરુ થયા બાદ જે તે જિલ્લાઓમા કાર્યરત ફલાઈંગ સ્કવોર્ડ અને એસએસ ટીમોને બંધ કરવામા આવી છે.આ સાથે જ બીજા તબકકામા આવતીકાલે ગુરૂવારના રોજ હાથ ધરવામા આવનાર છે તેને લઈને સરહદ સાથે જોડાયેલી ટીમોને કાર્યરત કરવામા આવી છે.આ ટીમો દ્વારા અત્યારસુધીમા રોકડ રકમ અને સોનુ જપ્ત કરવાના ૫૦ કેસ નોંધવામા આવ્યા છે.જેમા છોટા ઉદેપુરમાં ૧૧,મોરબીમા -૫, બનાસકાંઠા, અમદાવાદ, નડિયાદ, નવસારી અને ગાંધીનગરમાં ૪-૪, કચ્છ-ભૂજમા-૩, દાહોદ, ભાવનગર, જામનગર, આણંદ, અમરેલી, પાટણ, સુરેન્દ્રનગર, તાપી, વલસાડ, અરવલ્લી અને સુરતમા એક-એક, એમ કુલ ૫૦ કેસ નોંધવામા આવ્યા છે.જે પૈકી ૨૨ કેસમા કુલ રૂપિયા ૨.૦૪ કરોડની રોકડ રકમ જપ્ત કરવામા આવી છે.આ કાર્યવાહી દરમિયાન રૂપિયા ૩.૫૫ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પણ જપ્ત કરવામા આવ્યો છે. રાજયમા આચારસંહિતનો અમલ શરૂ કરવામા આવ્યો ત્યારથી આજદિન સુધીમા કુલ મળીને રૂપિયા ૨૩.૫૦ કરોડની કિંમતનો વિદેશી અને રૂપિયા ૩૦.૦૬ લાખની કિંમતનો દેશી દારૂ તેમજ રૂપિયા ૨૯.૧૬ કરોડની કિંમતની  અન્ય ચીજવસ્તુઓ મળીને કુલ રૂપિયા ૫૨.૯૭ કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામા આવ્યો છે.રાજયભરના વિવિધ વિસ્તારોમા કુલ મળીને ૫૬,૪૯૦ હથિયાર પરવાનેદારો પૈકી ૫૧,૯૭૪ લોકો પાસેથી તેમના હથિયાર જમા લેવામા આવ્યા છે.

ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા આગોતરા પગલા લેવામા આવ્યા છે.તકેદારીના પગલાના ભાગરૂપે પોલીસતંત્ર દ્વારા કુલ ૬૦૯૮૯ બિનજામીનપાત્ર વોરંટની બજવણી કરવામા આવી છે.નશાબંધીના ૩૩,૧૯૧ કેસોમાં કાર્યવાહી કરીને ૨૬,૯૧૩ વ્યકિતઓની ધરપકડ કરવામા આવી છે.આ સાથે જ ક્રિમીનલ પ્રોસીઝર કોડની વિવિધ કલમો હેઠળ કુલ ૧,૫૯,૪૮૬ વ્યકિતઓ સામે અટકાયતી પગલા લેવામા આવ્યા છે.

(9:40 pm IST)