Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

ટેમ્પામાં બાંધીને લઈ જવાતા ૧૦ પશુઓ બચાવી લેવાયા

સુરતના બારડોલી તાલુકાના માણેકપોર ગામની ઘટના : પોલીસે પશુઓની સાથે ચાલક-ક્લિનરની કરેલી ધરપકડ

બારડોલી, તા.૧૪ : સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં માણેકપોર ગામની સીમમાં ને.હા.નં-૫૩ ઉપર આવેલ એક હોટલના કમ્પાઉન્ડમાંથી બારડોલી પોલીસે ટેમ્પામાં ક્રૂરતા પૂર્વક ટૂંકા દોરડા વડે બાંધી લઈ જવાતા ૧૦ પશુઓ સાથે ચાલક અને ક્લીનરને ઝડપી પાડી કુલ .૪૪ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મળતી માહિતી અનુસાર બારડોલી પોલીસની ટીમે બાતમી આધારે માણેકપોર ગામની સીમમાં ને.હા-નં-૫૩ ઉપર આવેલ શેરેપંજાબ હોટલના કમ્પાઉન્ડમાં રેડ કરી હતી. તે દરમ્યાન કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ એક ટેમ્પો નંબર જીજે-૦૩-એએક્સ-૫૩૨૫ની પાછળના ભાગે તપાસ કરતાં તેમાં ટૂંકા દોરડા વડે ક્રૂરતા પૂર્વક બાંધેલ ભેંસ અને પાડીયા મળી આવ્યા હતા. પોલીસે ટેમ્પો ચાલક રામજીભાઈ સગરામભાઈ જોગરાણા (રહે, નાગલપુર, શંકરપરા, તા.જી-બોટાદ, તથા ક્લીનર જગૂભાઈ ઉર્ફે પદુભાઈ ખાચર (રહે, સહજાનંદ સોસાયટી, બાપા સીતારામ મઢૂલીની બાજુમાં ભાવનગર રોડ, બોટાદ) ને ઝડપી પાડી તેમની પાસે પશુ હેરફેરી અંગેની પાસ પરમિટ માંગતા તે મળી આવી હતી. પોલીસે બંનેની પૂછપરછ કરતાં પશુઓ બોટાદથી ભરી સોનગઢ ખાતે લઈ જઈ રહ્યા હોવાનું જણાવ્યુ હતું. પોલીસે કુલ .૪૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(8:41 pm IST)