Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

વડોદરાના આજવારોડ વિસ્તારમાં એકતા નગર નજીક પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ થતા હજારો લીટર પાણી વેડફાયું

વડોદરા: શહેરના આજવા રોડ વિસ્તારમાં આવેલા એકતા નગર પાસે છેલ્લા ચાર દિવસથી ફરી પાણીની લાઈનમાં ભંગાણ પડતાં રોજનું હજારો લિટર પાણી વેડફાઇ રહ્યું છે. અંગે સામાજિક કાર્યકર તેજસ બ્રહ્મભટ્ટે કોર્પોરેશનના સત્તાધીશોનું ધ્યાન દોર્યું છે, છતાં પણ આજ દિન સુધી સમારકામની પ્રક્રિયા કરવામાં આવતી નથી.

વડોદરા શહેરમાં પીવાના પાણીની સમસ્યા દિન-પ્રતિદિન વિકટ બની રહી છે. લોકોને પૂરતું પાણી મળતું નથી તેવી સમયે કોર્પોરેશનના અધિકારીઓની નિષ્કાળજીને કારણે રોજ બરોજ અલગ-અલગ વિસ્તારમાં પાણીની લાઈન લીકેજને કારણે હજારો લિટર પાણી વેડફાઇ રહ્યું છે. લોકો ફરિયાદ કરે છે છતાં પણ ઝડપથી તેનું સમારકામ કરવામાં કોર્પોરેશનનું તંત્ર નિષ્ફળ ગયું છે.

થોડા વખત પહેલા આજવા રોડ એકતાનગર પાસે પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ થયું હતું. તેનું સમારકામ કોર્પોરેશનને કર્યા બાદ ફરી જગ્યા ઉપર ગણતરીના દિવસોમાં પાણીની લાઈનમાં ભંગાણ થતાં છેલ્લા ચાર દિવસથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. અંગે સામાજિક કાર્યકર તેજસ બ્રહ્મભટ્ટ કોર્પોરેશનના સત્તાધીશોનું ધ્યાન દોર્યું હતું છતાં પણ આજદિન સમારકામ કરવા કોર્પોરેશનનું તંત્ર આગળ આવ્યું નથી જેને કારણે લોકોને પૂરતું પાણી મળતું નથી.

(6:07 pm IST)