Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

કોરોના મહામારીના કારણોસર આ વર્ષે અંબાજી મંદિરમાં આવકમાં ભરખમ ઘટાડો જોવા મળ્યો

બનસકાંઠા:જિલ્લામાં આવેલ યાત્રાધામ અંબાજીમાં કોરોના વાયરસને કારણે આવકમાં ધરખમ ઘટાડો થયો છે. અંબાજી ટ્રસ્ટની મુખ્ય આવક ભોજનાલયગેસ્ટહાઉસપ્રસાદીસાહિત્ય પૂજા વિધિ સહિતની આવક હોય છે. પરંતુ કોરોના વાયરસની મહામારીમાં અંબાજી ટ્રસ્ટની આવક પર અસર જોવા મળી છે. સરકારની ગાઇડલાઈન પ્રમાણે અંબાજી મંદિર ૧૯ માર્ચથી જુન સુધી બંધ રાખવામાં આવ્યું હતું. ત્યાર બાદ કોરોનાનું સંક્રમણ ટાળવા દરવર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મેળો પણ સરકાર દ્વારા રદ કરવામાં આવ્યો હતો. જેને લઇ ચાલુ વર્ષે ભાદરવી પૂનમ મહોત્વમાં યાત્રિકો વિના માત્ર ધાર્મિક વિધી કરવામાં આવી હતી. જોકે ચાલુ વર્ષે અંબાજી ભાદરવી પૂનમનો મેળો રદ થતાં મંદિરની આવકમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. જેમાં ગત વર્ષે અંબાજી ભાદરવી પૂનમના સાત દિવસમાં મંદિર ટ્રસ્ટને રૃ..૬૪ કરોડની આવક નોંધાઇ હતી. જ્યારે ચાલુ વર્ષે એપ્રિલમેજુનજુલઇ અને ઓગસ્ટ મહિનામાં માત્ર .૩૫ કરોડ રૃપિયા આવક નોંધાઇ છે. જેને લઇ ગત વર્ષના ભાદરવી પૂનમના મેળામાં નોંધાયેલ સાત દિવસ જેટલી આવક છેલ્લા મહિનામાં પણ નોધાતા ચાલુ વર્ષે મોટુ નુકશાન થવા પામ્યું છે.

(6:03 pm IST)