Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

રાજપીપળા કાળા ઘોડા પાસેના પાલીકા કોમ્પલેક્ષમાં આમ આદમી પાર્ટીના જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન થયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા કાળા ઘોડા સર્કલ પાસે આવેલા રાજપીપળા નગરપાલિકા કોમ્પલેક્ષમાં નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ ઉદ્ઘાટન મહિલા અગ્રણી સરોજબેન તડવીના હસ્તે કરવામાં આવ્યું હતું ઉદ્ઘાટન પ્રસંગે આમ આદમી પાર્ટીના ગુજરાત મધ્યઝોન સંગઠન મંત્રી પ્રો. અર્જુન ભાઈ રાઠવા, જિલ્લા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ગોહિલ, ગરુડેશ્વર તાલુકા પ્રમુખ કાનજી ભાઈ તડવી, નર્મદા જિલ્લા લઘુમતી અગ્રણી રિયાઝભાઈ શેખ, સરોજબેન તડવી સહિતનાઓની ઉપસ્થિત જોવા મળી હતી.

(10:15 pm IST)