Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

રાજપીપળા ના વતની અને મુંબઈના જાણીતા સંગીતકાર શિવરામ પરમારે અમૃત મહોત્સવ માટે એક સુંદર ગીતની રચના કરી

શિવરામ પરમારના કંઠે ગવાયેલા આ ગીતમાં આઝાદીથી લઈને આજના આત્મ નિર્ભર ભારતની વાતને કંડારવામાં આવી છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : અમૃત મહોત્સવની ઉજવણી - વર્ષ - ૨૦૧૧/૨૦૨૨૨ તા . ૧૫/૦૮/૨૦૨૧ થી તા . ૧૫/૦૯/૨૦૨૧ સુધી આખો ભારત દેશ જયારે આઝાદીના ૭૫ મા વર્ષ તરીકે ઉજવવા જઈ રહયુ છે , ત્યારે ગુજરાતના જાણીતા મ્યુઝીક કંપોઝર,મ્યુઝીક ડાયરેકટર અને ગાયક, જેઓએ રાજપીપલા જેવા નાનકડા ગામમાંથી મુંબઈ જઈને પોતાની એક આગવી ઓળખ ઉભી કરીને રાજપીપલા તથા ગુજરાતનું નામ રોશન કર્યું છે એવા શિવરામ પરમાર તથા ભારત રત્ન ઉસ્તાદ બિસ્મિલ્લાખાં ના માનસ પુત્રી પદ્મશ્રી ડો.સોમા ઘોષ સાથે મળીને અમૃત મહોત્સવ ને લઇને એક સુંદર ગીતની રચના કરવામાં આવી છે . જેનો કંઠ પણ શિવરામ પરમારે જ આપ્યો છે . આ ગીતમાં આઝાદીથી લઈને આજના આત્મ નિર્ભર ભારતની વાતને કંડારવામાં આવી છે.આ ગીત સાબરમતી આશ્રમ પર આખું વર્ષ વગાડવામાં આવશે . આ ગીતમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પ્રિય ભજન “ વૈષ્ણવજન તો તેને રે કહીએ જે ” ની અમુક પંકિતઓ અલગ રીતે કંપોઝ કરવામાં આવી છે . જે આ ગીતને લોકપ્રિય બનાવશે . એમ શ્રી શિવરામ પરમાર દ્વારા જાણવા મળ્યું છે . શિવરામ પરમારે આવા અનેક કામ સાથે ભારત દેશને “ સ્ટેચ્યુ ઓફ યુનિટી ” નું ગીત તથા મતદાન માટે લોકોને જાગૃત કરવાના અનેક ગીતો બનાવ્યા છે.આ ગીતના શબ્દો બનારસના જાણીતા કવિ સંજયભાઇ મિશ્રા એ લખેલ છે 

(10:06 pm IST)