Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

૪૫ વર્ષીય માતા સાવકા અને સગા દિકરાની ભરખી ગઇ

પુત્રનો ઠપકો સહન ન થતાં કરી નાખી હત્યા : કોથળામાંથી વિકૃત હાલતમાં લાશ મળી હતી : આ હત્યા કેસનો ભેદ ખુલી ગયો : હત્યા કરનાર માતાની ધરપકડ

 અમદાવાદ, તા.૧૪ : રૂપિયાની લાલચ વ્યક્તિને કોઈ પણ હદે લઈ જઈ શકે આવા કિસ્સાઓ ફિલ્મોમાં જરૂર જોયા હશેપરંતુ હાલના સમયે રૂપિયાની લાલચે સબંધોનું ખૂન કરતા સહેજ પણ અચકાતા નથી. આવો એક બનાવ અમદાવાદના કણભા પોલીસ સ્ટેશનમાં બન્યાનું સામે આવ્યું છે. જેમાં સાવકી માતાએ રૂપિયાની લેતીદેતીમાં પુત્રનો ઠપકો સાંભળી નહિ શકતા હત્યાનો પ્લાન ઘડી દીધો હતો. સાવકી માતાએ તેમના મિત્રો સાથે મળીને પુત્રની હત્યાકરીને મૃતદેહને અવાવરૂ જગ્યા પર ફેંકી દીધો હતો. અગાઉ તેણે પોતાના સગા દિકરાની પણ હત્યા કરી હતી. ત્યારબાદ તે જેલમાંથી મુક્ત થયા બીજા લગ્ન કર્યા હતા. હાલ તો કણભા પોલીસેઆરોપી મહિલાની ધરપકડ કરતાં અનેક ખુલાસાઓ સામે આવ્યા છે.

કણભા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલા ગામમાં રહેતો હાર્દિક રજનીભાઇ પટેલ નામનો ૨૩ વર્ષીય યુવક ગુમ થયો હોવાની જાણ પોલીસને કરવામાં આવી હતી. જો કે પોલીસ તપાસ શરૂ કરતાં તેની સાવકી માતા શંકાના ઘેર આવી હતી. જેથી પોલીસે તેની ઉલટ તપાસ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે તેણે અન્ય ત્રણ ઈસમો સાથે મળીને હાર્દિકની હત્યા કરી દીધી છે. અને મૃતદેહનો નિકાલ કરી નાખ્યો હતો. જેમાં નજીકના વિસ્તારમાંથી કોથળામાંથી લાશ વિકૃત હાલતમાં લાશ મળી આવી હતી. હત્યા કેસનો ભેદ ગણતરીના કલાકોમાં ખુલી ગયો છે અને હત્યા કરનાર સાવકી માતા ગૌરીબેન પટેલની ધરપકડ કરી દીધી છે. ગૌરીબેને નાસીકથી તેમના ત્રણ મિત્રોને બોલાવ્યા હતા અને હાર્દિકની હત્યા કરીને તેને એક કોથળામાં પેક કરીને અવાવારૂ જગ્યા પર ફેંકી દીધી હતી.આરોપી મહિલાની પુછપરછ દરમ્યાન સામે આવ્યું કે હાર્દિકના પિતાએ હાર્દિક સચવાય તે માટે બીજા લગ્ન કર્યા હતા. પિતા રજનીભાઇ પટેલ તેમના બે સંતાનોને સાચવવા માટે તેમને સાત વર્ષ પહેલા નાસિકમાં રહેતી ગૌરીબેન નામની મહિલા સાથે ફુલહાર કરીને લગ્ન કરી દીધા હતા. લગ્ન બાદ ગૌરીબેન રજનીભાઇ અને બે પુત્ર હળીમળીને રહેતા હતા પરંતુ થોડાક સમય પહેલા રજનીભાઇનું પણ મૃત્યુ થઇ ગયુ હતું અને ત્યારબાદ માતા અને બે પુત્ર સાથે રહેતા હતા.

જોકે મહિલાએ સંબધીઓ પાસેથી ૨૫ થી ૩૦ લાખ રૂપિયા આરોપીગૌરીબેને સંબધીઓ પાસેથી રૂપિયા ઉધરાવવાનું શરૂ કર્યુ હતું. ગૌરીબેને હાર્દિકને રૂપિયા જોઇએ છે તેમ કહીને સંબધીઓ પાસેથી રૂપિયા ઉઘરાવ્યા હતા. હાર્કિદને વાતની જાણ થતા તેમને ગૌરીબેનને ઠપકો આપ્યો હતો અને મારા નામ પર રૂપિયા નહી ઉઘરાવવાનું કહ્યુ હતું.

રૂપિયા માટે થયેલી બબાલમાં ગૌરીબેનએ હાર્દિક હત્યાનો પ્લાન બનાવ્યો અને નાસિકમાં રહેતા તેમના મિત્રોને ફોન કરીને સમગ્ર હકીકત કહી અને હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો.

નાસિકથી ત્રણ શખ્સો કણભા આવ્યા હતા જ્યા તેમને હાર્કિદને બપોરે ગળેટુંપો દઇને મોતને ઘાટ ઉતારી દીધો અને બાદમાં તેની પગને દોરાથી બાંધી દીધા હતા અને લાશને કોથળામાં પેક કરીને ચાર કલાક સુધી તેની પાસે બેસી રહ્યા હતા. ઘોળા દિવસે હાર્દિકની હત્યા કરીને આરોપી મહિલા ગૌરીબેન હાર્દિકની લાશને અવાવારૂ જગ્યા પર ફેંકી દેવા માટે હત્યારાઓએ રાત થવાની રાહ જોઇ હતી. હત્યા બાદ અંદાજીત ચાર કલાક સુધી સાવકી માતા અને હત્યારા હાર્દિકની લાશ સાથે બેઠા હતા અને જેવુ અંધારૂ થયુ તેવી તરત લાશને અવાવરૂ જગ્યામાં ફેંકી દીધી હતી. બાદમાં એક ઓળખીતા રિક્ષા ચાલકને બોલાવ્યો હતો અને રિક્ષામાં મૃતદેહ લઈ જઈ અવાવરૂ જગ્યાએ લઈ જઈને આરોપીઓ ત્યાંથી નીકળી ગયા હતા. હાલમાં પોલીસ મહિલાની ધરપકડ કરીને અન્ય આરોપીઓને પકડવા માટેના પ્રયત્નો શરૂ કર્યા છે.

(9:04 pm IST)