Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

વડોદરાના સુલતાનપુર વિસ્તારમાં સ્કૂટરની ડીકી તોડીને 86 હજારના દાગીનાની ચોરી કરનાર બે આરોપીને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી પાડયા

વડોદરા: શહેરનાસુલતાનપુરા વિસ્તારમાંથી સ્કૂટરની ડીકી તોડીને ૮૬ હજારના સોનાના દાગીના ચોરી કરનાર બે આરોપીઓને પીસીબી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી પાડયા છે.અને બંને પાસેથી ૬૯ હજારનો મુદ્દામાલ કબજે લીધો છે.

ત્રણ દિવસ પહેલા સુલતાનપુરા વિસ્તારમાં ખરીદી માટે ગયેલી મહિલાના સ્કૂટરની ડીકીમાંથી સોનાના દાગીના ચોરાયા હતા.જે અંગે પીસીબી પોલીસે તપાસ કરતા દુકાન  પાસેથી મળેલા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા બે આરોપીઓ સ્કૂટરની સીટ ઉંચી કરીને ચોરી કરતા દેખાયા હતા.પોલીસ સ્ટાફે બે પૈકીના એક આરોપીને ઓળખી કાઢ્યો  હતો.અને ત્યારબાદ તેમની ભાળ મેળવી ઝડપી લીધા હતા.પોલીસે બે આરોપીઓ (૧) સાહીદ ઉર્ફે ભૂરિયો ઝાકીરભાઇ શેખ (રહે.વુડાના મકાનમાં,પ્રતાપનગર) તથા (૨) અકરમ નૂરમીંયા શેખ (રહે.હુજરત ટેકરા,કાલુપુરા)ને પકડી તેમની પાસેથી સોનાના ૬૯ હજારના દાગીના રિકવર કર્યા હતા.અન્ય દાગીના ક્યાં અને કોને વેચ્યા હતા? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:40 pm IST)