Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

અમદાવાદના કણભામાં સાવકી માતાએ પુત્રની હત્યા નિપજાવી લાશ નદીમાં ફેંકી દીધી :અરેરાટી

રૂપિયાને બોલાચાલી થતા સાવકી માતાએ 3 મિત્રો સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો

અમદાવાદ :  રાજ્યમાં જનેતા દ્વારા પુત્રની હત્યાના કેસ એક પછી એક સામે આવી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં વધુ એક હત્યારી માતાનો વધુ એક રુંવાડા ઉભા કરી દેનાર ઘટના સામે આવી છે. અમદાવાદના કણભામાં સાવકી માતાએ પુત્રની હત્યા કરતા અરેરાટી વ્યાપી ગઈ છે. રૂપિયાને લઈ બોલાચાલી થતા સાવકી માતાએ પુત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

 હત્યા બાદ પુત્રની લાશ નદીમાં ફેંકી દીધી હતી. સાવકી માતાએ 3 મિત્રો સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે મૃતદેહ કબજે કરી માતાને ઝડપી પાડી છે.

(1:38 pm IST)