Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

સાબરમતી સેન્ટ્રલ જેલના "જેલ ભજીયા હાઉસ"ની કાયાપલટ થશે: નવીનીકરણમાં હેરિટેજ લુક અપાશે

100 માણસોની બેઠક ક્ષમતા વાળી હોટેલ અને કોર્પોરેટ ક્ષેત્ર માટે તૈયાર થનારું મ્યુઝિયમ જેલ ભજીયા હાઉસને ચાર ચાંદ લગાવી દેશે.

અમદાવાદ :  જેલના ભજીયા” આ નામ તો અમદાવાદીઓને ખબર જ હશે. પરંતુ સ્વાદ રસીયાઓને સાબરમતી સેન્ટ્રલ જેલ તરફથી મળવા જઇ રહ્યું છે એક નવું નજરાણું. જેલના ભજીયાના દિવાના અમદાવાદીઓને હવે સ્વાદિષ્ટ ભજીયા સાથે એક નવો અનુભવ મળશે. કારણ કે, જેલ ભજીયા હાઉસનું થશે નવીનીકરણ. 100 માણસોની બેઠકક્ષમતા વાળી હોટેલ અને કોર્પોરેટ ક્ષેત્ર માટે તૈયાર થનારું મ્યુઝિયમ જેલ ભજીયા હાઉસને ચાર ચાંદ લગાવી દેશે.

નવીનીકરણ બાદ જેલ હાઉસનો લુક બદલાઈ જશે ત્રણ માળની ઇમારતમાં ગ્રાઉન્ડ ફ્લોર પર કેદીઓ દ્વારા તૈયાર કરાતી વસ્તુઓનો આકર્ષક સ્ટોર બનશે. પ્રથમ માળે જે સ્વાતંત્ર્ય સેનાનીએ જેલમાં સમય વિતાવ્યો છે, તેમની ઐતિહાસિક સ્મૃતિ સાથેનું મ્યુઝિયમ બનશે. બીજા માળે એક સાથે 100 માણસો જમી શકે તેવી વ્યવસ્થા સાથેની રેસ્ટોરન્ટ બનાવવામાં આવશે. આ રેસ્ટોરન્ટમાં મુલાકાતીઓને ગાંધી થાળીમાં સાત્વિક ભોજન પીરસવામાં આવશે.

એટલે કે, ઓવરઓલ જોવા જઇએ તો જેલ ભજીયા હાઉસને હેરિટેજ લૂક આપવામાં આવશે. અને હાલ તો આગામી એક વર્ષમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો નિર્ધાર જેલ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.

(1:30 pm IST)